વડોદરા : શહેરના તમામ અર્બન હેલ્થ સેન્ટરો પર આરટીપીસીઆર ટેસ્ટમાં વધારો કરવા માટે તેમજ હેલ્થ સેન્ટરો પર રસીકરણ અને ટેસ્ટિંગ બંનેની અલાયદી વ્યવસ્થા કરવા સાથે રસીકરણમાં વધારો કરવાનો નિર્ણય મેયર, ઓએસડી, મ્યુનિ. કમિશનર તેમજ અન્ય હોદ્દેદારો, અધિકારીઓની મળેલ બેઠકમાં લેવામાં આવ્યો હતો.

સર્કિટ હાઉસ ખાતે મેયર કેયુર રોકડિયા, ઓએસડી તેમજ અન્ય ઉચ્ચ અધિકારીઓની મળેલી બેઠકમાં દરેક અર્બન પ્રાયમરી હેલ્થ સેન્ટર ખાતે મંડપ અને પીવાના પાણીની વ્યવસ્થા કરવા રસીકરણ અને ટેસ્ટિંગ આમ બંને માટેની અલાયદી વ્યવસ્થા કરવા હાલમાં પપ૦૦ થી ૬૦૦૦ નાગરિકોનું રસીકરણ કરવામાં આવ્યું છે જેમાં વધારો કરી ૯૦૦૦ થી ૧૦,૦૦૦ નાગરિકોને રસીકરણ કરવા આરોગ્ય વિભાગને સૂચના આપી હતી, સાથે દરેક અર્બન પ્રાયમરી હેલ્થ સેન્ટર ખાતે મેનપાવર વધારવા જાેઈએ. કરફયૂ દરમિયાન શહેરમાં અન્ય સ્થળેથી આવતા મુસાફરોને ઘર સુધી મોકલી શકાય તે માટે ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા કરવામાં આવે. આરટી-પીસીઆરના ટેસ્ટમાં વધારો કરવામાં આવે. જાહેર સ્થળો પર જ્યાં નાગરિકોની અવરજવર વધારે હોય જેવા કે શાક માર્કેટ, વિવિધ બજારો, રેલવે અને એસ.ટી. બસડેપો ખાતે સોશિયલ ડિસ્ટન્સનું કડકપણે પાલન થાય તે માટે વિવિધ ટીમોની રચના કરવા સૂચના આપી હતી.