અમદાવાદ-

રાજ્યમાં શિક્ષકોના ૪૨૦૦ના ગ્રેડ પે વિવાદ મામલે આજે નાણાંમંત્રી નીતિન પટેલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન તેમણે જણાવ્યું કે, છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં શિક્ષકોના ગ્રેડ પેની અફવા ચાલે છે. શિક્ષકોને અગાઉ ૪૨૦૦નો ગ્રેડ પે મળતો જ હતો. ગ્રેડ પેમાં એક રૂપિયો પણ વધારવામાં આવ્યો નથી. ઘણા લોકોએ અફવા ચાલુ કરી કે શિક્ષકોનો ગ્રેડ પે વધી ગયો બીજાનો કેમ ન થયો પરંતુ આ સમગ્ર બાબત ખોટી છે. ઘણા લોકો તેનું ખોટું અર્થઘટન કરતા હતા. શિક્ષકોના મુદ્દે પ્રશ્ન ઉભો થયો ત્યારે શિક્ષણ વિભાગના પરિપત્રોનો અભ્યાસ કરવામાં આવ્યો અને પરિપત્ર રદ કરવામાં આવ્યો.

અન્ય કર્મચારીઓને પણ ઉશ્કેરવામાં આવી રહ્યા છે. પોલીસની નોકરીમાં લાગે ત્યારથી બધાને શિસ્તમાં રહેવાનું હોય છે. તેમની સાથે સાથે આરોગ્ય કર્મીઓને પણ ઉશ્કેરવામાં આવી રહ્યા છે. કોઈ પણ કર્મચારીનો ગ્રેડ પે વધાર્યો નથી કે નથી સુધારો કરવામાં આવ્યો.