‘ફાસ્ટ એન્ડ ફ્યૂરિયસ’ ફૅમ હોલિવૂડ એક્ટર વિન ડીઝલના નિધનની અફવા છેલ્લાં બે-ત્રણ દિવસથી સોશિયલ મીડિયામાં ચાલી રહી છે. આ વાત માત્ર અફવા છે. વિન ડીઝલ જીવિત છે અને તેને કંઈ જ થયું નથી. એક ફેસબુક પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે કાર સ્ટન્ટ દરમિયાન એક્ટરનું નિધન થયું છે.

ફેસબુકની એક ફૅક ન્યૂઝ પોસ્ટમાં ઝ્રદ્ગદ્ગનો લોગો મૂકવામાં આવ્યો હતો. આ પોસ્ટમાં લખવામાં આવ્યું હતું, ‘બ્રેકિંગ ન્યૂઝ, વિન ડીઝલના નિધન બાદ હોલિવૂડ રડી રહ્યુ છે. વિન ડીઝલનું ઘરના પાછળના હિસ્સામાં કાર સ્ટન્ટની પ્રોડક્શન દરમિયાન નિધન થયું છે. આ વીડિયોની શરૂઆતમાં એ