રાજકોટ, ગુજરાતનાપૂર્વ નાણામંત્રી અને તાજેતરમાં કર્ણાટકના રાજ્યપાલપદેથી નિવૃત્ત થનારા વજુભાઈ વાળાનો માંગરોળમાં કારડિયા રાજપૂત સમાજ દ્વારા સન્માન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. વજુભાઈ વાળાના સન્માન બાદ યોજાયેલા લોકડાયરામાં કલાકાર દેવાયત ખવડે સપાકરુની રમઝટ બોલાવી હતી. આ સમયે વજુભાઈ વાળાને સ્ટેજ આગળ ઊભા હતા ત્યારે સમાજના લોકોએ તેમનાપર રૂપિયાની નોટોનો વરસાદ કર્યો હતો. ટોપલા મોઢે ભરાય એટલા રૂપિયા ઊડ્યા હતા.દેવાયત ખવડે સપાકરું ગાવાનું શરૂ કરતાં જ કારડિયા રાજપૂત સમાજના લોકો ઊભા થયા હતા અને રૂપિયાની નોટોના બંડલો કાઢીને હવામાં ઉડાડવા લાગ્યા હતા. બાદમાં વજુભાઈ વાળાને સ્ટેજ આગળ ઊભા રહ્યા હતા અને લોકો તેમનાપર નોટોનો વરસાદ કરવા લાગ્યા હતા.પાંચ જ મિનિટમાં વજુભાઈ વાળા ઊભા હતા ત્યાં નીચે જમીનપર રૂપિયાની નોટોનો ઢગલો થઇ ગયો હતો. સમાજના લોકો દ્વારા સન્માન કરવામાં આવતાં વજુભાઈના ચહેરાપર ખુશી છલકાતી જાેવા મળી હતી. ગુજરાત ભાજપના રાજકારણમાં બે દાયકા સુધી દબદબો ધરાવ્યા બાદ રાજ્યપાલ બનેલા અને હાલમાં જ રાજ્યપાલપદેથી નિવૃત્ત થઈપરત રાજકોટ આવી ગયેલા રાજકારણના જૂના ખેલાડી વજુભાઈ વાળાએપોતે ભાજપમાં હતા, છે અને રહેશે એવી જાહેરાત કરી હતી. બાદમાં વજુભાઈ હવે કેવો દાવ ખેલશે એ તરફ રાજકીયપંડિતો અને ભાજપના કાર્યકરોની નજર મંડાયેલી છે. ત્યારે ભાજપના આ દિગ્ગજ નેતાએ સુરેન્દ્રનગર જિલ્લામાં કારડિયા રાજપૂત સમાજના માતાજીનું વિશાળ મંદિર બનાવી સમાજને એક છત હેઠળ લાવવાના પ્રયાસો શરૂ કર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. ર્ણાટકનાપૂર્વ રાજ્યપાલ અને ભાજપના વરિષ્ઠ નેતા વજુભાઈ વાળા મોતિયાના ઓપરેશન બાદ સુરેન્દ્રનગર જિલ્લામાં રાજકોટ-અમદાવાદ હાઈવેપરના પ્રાઈમ લોકેશનમાં ભવાની માતાજીના મંદિરના નિર્માણ સાથે રાજપૂતોની તમામપેટાજ્ઞાતિઓને એક કરવાની દિશામાં સક્રિય બન્યા છે. આ માટે વિવિધ જિલ્લાના રાજપૂત સમાજના આગેવાનો સાથે બેઠકોનો દોરપણ શરૂ કરી દીધો હોવાનું જાણવા મળ્યું છે. આગામી વિધાનસભાની ચૂંટણીપૂર્વેપાટીદારોના આસ્થાનાં બે મુખ્ય કેન્દ્રો ખોડલધામ અને ઉમિયાધામમાંપોતાની જ્ઞાતિનું રાજકીય વર્ચસ્વ વધારવા અત્યારથી જ વ્યૂહરચનાઓ ગોઠાવા લાગી છે. વજુભાઈ વાળાપણ સામાજિક કાર્યો થકી રાજકીય એજન્ડા સક્રિય કરવાની દિશામાં આગળ વધી રહ્યાનું માનવામાં આવી રહ્યું છે. કારડિયા રાજપૂત સમાજના ટોચના નેતા વજુભાઈ વાળાનું નિર્વિવાદી વ્યક્તિત્વ છે. તેમણે કારડિયા રાજપૂત સમાજમાં ૨૦૧૩ની સાલમાં મંદિરનો વિચાર રજૂ કર્યો હતો,પરંતુ ત્યાર બાદ આ યોજનાપર કોઈ પ્રગતિ થઈ શકી નથી અને વજુભાઈનેપણ ભાજપમાંથી સાઈડલાઈન કરી રાજ્યપાલ બનાવી દેવાયા હતા.