દિલ્હી-

રશિયાએ તેના નાગરિકો માટે વિશ્વની પ્રથમ કોરોના વાયરસ રસી સ્પુટનિક વીની પ્રથમ બેચ રજૂ કરી છે. રશિયન આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે આ રશિયન રસી તમામ ગુણવત્તા ચકાસણી પસાર કરી છે અને હવે સામાન્ય નાગરિકો માટે બહાર પાડવામાં આવી છે. રશિયન રસીના ત્રીજા તબક્કાની ક્લિનિકલ ટ્રાયલ આ અઠવાડિયાથી શરૂ થવા જઈ રહી છે.

આ પહેલા રવિવારે મોસ્કોના મેયર સેરગેઈ સોબ્યાનીને આશા વ્યક્ત કરી હતી કે રાજધાનીના મોટાભાગના લોકોને આવતા કેટલાક મહિનામાં કોરોના વાયરસની રસી આપવામાં આવશે.