વડોદરા : કોરોનાના કેસો વધતાં અમદાવાદમાં બે દિવસનો કરફયૂ તેમજ વડોદરા સહિત અન્ય મહાનગરોમાં રાત્રિ કરફયૂ લગાડવામાં આવ્યો છે. જેથી ફરીથી લૉકડાઉન કરાય તેવી બીકે લોકો પોતાના વતન જવા માટે કે દિવાળી માટે સગાંસંબંધીઓના ઘરે આવેલા લોકો પોતાના ઘરે જવા મોટી સંખ્યામાં જાેવા મળી રહ્યા છે. ત્યારે વડોદરા એસ.ટી. ડેપોમાં અને ખંડેરાવ માર્કેટમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા જાેવા મળ્યા હતા. માસ્ક વગર પણ કેટલાક લોકો બિન્દાસ્ત રીતે ફરતા જાેવા મળ્યા હતા. 

કોરોનાના કેસો એક તરફ વધી રહ્યા છે પરંતુ બીજી તરફ બજારોમાં લોકોની ભીડ જાેતાં ઠેર ઠેર સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઊડતા જાેવા મળી રહ્યા છે. ખંડેરાવ માર્કેટ શાકભાજી બજારમાં શાકભાજીની ખરીદી માટે કિડિયારું ઊભરાયું હતું. કેટલાક લોકો માસ્ક પહેર્યા વગર ફરતા જાેવા મળ્યા હતા. જ્યારે બીજી તરફ રાત્રિ કરફયૂના અમલના પગલે દિવાળી પર્વે સગાંસંબંધીઓ, સ્વજનોને ત્યાં આવેલા લોકો ઘરે પહોંચવા માટે ઉતાવળા બન્યા છે. ત્યારે વડોદરા સેન્ટ્રલ એસ.ટી. ડેપોમાં તેમજ બસોમાં મુસાફરોની ભારે ભીડ ઉમટેલી જાેવા મળી હતી. એસ.ટી. ડેપો પર થર્મલ ગનથી ચેકિંગ કે કાંઈ કરાતું નહોતું. કેટલાક લોકો માસ્ક વગર બિન્દાસ્ત રીતે ફરતા જાેવા મળ્યા હતા અને કોરોનાની ગાઈડલાઈનનું કોઈ પાનલ થતું ન હતું અને સોશિયલ ડિસ્ટન્સનો સદંતર અભાવ જાેવા મળ્યો હતો. તંત્ર દ્વારા વારંવાર અપીલ કરવામાં આવી રહી છે પરંતુ કેટલાક સ્થળે લોકો બિન્દાસ્ત રીતે માસ્ક વગર કે સોશિયલ ડિસ્ટન્સ જાળવ્યા વગર ફરતા જાેવા મળી રહ્યા હતા.