ન્યુ દિલ્હી, તા.૧૯

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડમાં વધુ એક રાજીનામાના સમાચાર સામે આવી રહ્યાં છે. પૂર્વ ક્રિકેટર અને બોર્ડમાં જનરલ મેનેજર સબા કરીમ પોતાના પદ પરથી હટશે તેવી જાણકારી મળી છે. જલદી તેના પર ઔપચારિક જાહેરાતની સંભાવના છે. કરીમ ડિસેમ્બર ૨૦૧૭મા બોર્ડમાં આવ્યા હતા અને તત્કાલીન સીઈઓ રાહુલ જાેહરીની સાથે મળીને નિમણૂકોની અધ્યક્ષતા કરી રહ્યાં હતા. બોર્ડે હાલમાં જાેહરીનું રાજીનામુ સ્વીકાર કરી લીધુ હતું. જાેહરીએ ૨૭ તારીખે રાજીનામુ આપ્યું હતું. તે જાણવા મળ્યું નથી કે બોર્ડે અચાનક રાજીનામુ સ્વીકાર કરવાનો નિર્ણય કેમ લીધો. જાેહરી ૨૦૧૬મા બોર્ડ સાથે જાેડાયા હતા, જેનો કરાર ૨૦૨૧ સુધીનો હતો. સૌરવ ગાંગુલી બોર્ડના અધ્યક્ષ બન્યા બાદ તેમણે રાજીનામુ આપ્યું હતું.

જાેહરીના ગયાના એક સપ્તાહ બાદ કરીમે બીસીસીઆઈમાંથી કેમ રાજીનામુ આપવું પડ્યું? તેની પાછળ શું કારણ છે અને કોણ જવાબદાર છે? તે વાતની માહિતી મળી શકી નથી. ૫૨ વર્ષીય સબા કરીમ પસંદગીકાર પણ રહી ચુક્્યા છે. તેમણે દેશ માટે ૧ ટેસ્ટ અને ૩૪ વનડે રમી છે. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટની વાત કરીએ તો તેમણે ૧૨૦ મેચ રમી, જેમાં ૨૨ સદી અને ૩૩ અડધી સદીની મદદથી ૭૩૧૦ રન બનાવ્યા હતા.