સાબરકાંઠા-

સાબરકાંઠાના પ્રાંતિજના મજરા પાસે અકસ્માત થયો છે. એક સાથે ત્રણ ગાડીઓ વચ્ચે અકસ્માત સર્જાતા એનું મોત થયું છે અને ચાર લોકોને ગંભીર ઈજાઓ થઈ છે. આ ત્રીપલ અકસ્માત બાદ CNG કારમાં બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટના પગલે ત્રણ ગાડીઓ બળીને ખાખ થઈ ગઈ છે. અકસ્માત એકનું મોત થયું છે. મળતી માહિતી મુજબ આ અકસ્માતમાં ટક્કર એટલી ભયાનક હતી કે એક CNG કારમાં બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટના પગલે ત્રણ ગાડીઓ બળીને ખાખ થઈ ગઈ છે, જેમાં કારમાંથી ન નિકળી શકતા મહિલાનુ મોત થયું છે. જ્યારે ચાર લોકોની હાલત ગંભીર છે. કારમાંથી ન નિકળી શકતા મહિલાનુ મોત થયું છે. પોલીસ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે