અમદાવાદ, સાબરમતી નદી નો રીવરફ્રંટ લોકો માટે હરવા ફરવાનું એક મહત્વનું સ્થળ બની ગયુ છે ત્યારે જીવનથી હતાશ થયેલા લોકો માટે પણ મોતની ડુબકી લગાવવા માટેનું સ્થળ બની રહ્યુ છે. છેલ્લા ચાર વર્ષમાં ૬૭૭ લોકોએ મોતની ડુબકી લગાવી હતી. જેમાંથી ૫૧૯ લોકોના મોત નિપજ્યા છે. જ્યારે ૧૫૮ લોકોએ ફાયરબ્રીગે તથા સુરક્ષા કર્મીઓ દ્વારા બચાવી લેવામાં આવ્યા છે. શહેરમાં અમદાવાદની નવી ઓળખ બનેલા ૧૩ કિલોમીટર લાંબાએવા સાબરમતી રીવરફ્રંટ પર લોકો મોજ મસ્તીકરવા જતા હોય છે. બીજી તરફ નદીમાં પડતુ મુકી આપઘાત કરનારાઓની પણ સંખ્યામાં વધારો થતો જાેવા મળી રહ્યો છે. ૨૦૧૭માં રીવરફ્રંટ પરથી ૨૯૧ લોકોએ મોતની છંલાગ લગાવી હતી. જેમાંથી ૨૧૭ લોકોના મોત નિપજ્યા હતા, જ્યારે ૭૪ લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. ૨૦૧૮માં રીવરફ્રંટ પરથી ૧૫૧ લોકોએ મોતની છંલાગ લગાવી હતી. જેમાંથી ૧૧૬ લોકોના મોત નિપજ્યા હતા. જ્યારે ૩૫ લોકોનો આબાદ બચાવ કરવામાં આવ્યો હતો. ૨૦૧૯માં ૧૦૮ લોકોએ નદીમાં પડતુ મુક્યુ હતુ, જેમાંથી ૮૮ લોકોના મોત નિપજ્યા હતા, જ્યારે ૨૦ લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. જાે કે કોરોનાના કારણે ૨૦૨૦માં લોકડાઉન નાખવામાં આવ્યુ હતુ. તેમ છતા ૨૦૨૦માં ૧૨૭ લોકોએ મોતની છંલાગ મારી હતી, જેમાંથી ૯૮ લોકોના મોત નિપજ્યા હતા, જ્યારે ૨૯ લોકોને બચાવવામાં આવ્યા હતા. આમ છેલ્લા ચાર વર્ષમાં એક દિવસમાં સરેરાશ ૧૪ જેટલા લોકો રીવરફ્રંટ પરથી મોતની છંલાગ લગાવે છે, જેમાંથી ૧૦ જેટલા લોકોના મોત નિપજે છે અને ૪ જેટલા લોકોને બચાવવામાં આવે છે.

ચાલુ વર્ષે અત્યાર સુધી૧૬ લોકો નદીમાં મોતની છંલાગ લગાવી ચૂક્યા છે

ચાલુ વર્ષ ૨૦૨૧ના પ્રથમ બે મહિનાના ૫૯ દિવસોમાં ૧૬ જેટલા લોકોએ રીવરફ્રંટ પરથી મોતની છંલાગ મારી હતી. જેમાં ૧૪ લોકોના મોત નિપજ્યા હતા. જ્યારે બે લોકોને બચાવવામાં આવ્યા હતા. જેમાં સરેરાશ ચાર દિવસે એક વ્યક્તિ રીવરફ્રંટ પરથી આપઘાત કરે છે.

સાબરમતી નદી પરથી પસાર થતા તમામ બ્રિજ પર જાળી લગાવવામાં આવી

આપઘાત કરવા માટે લોકો બ્રિજ પરથી મોતની છંલાગ મારતા હતા. જેથી પોલીસ અને ફાયરબ્રિગેડના અધિકારીઓએ તંત્રને અનેક વાર બ્રિજ પર જાળી બનાવવાની રજુઆત કરી હતી. જાે કે રીવરફ્રંટ બન્યા પછી દરેક બ્રિજ પર જાળીઓ લગાવવામાં આવી હતી. જેથી લોકો બ્રિજ પરથી મોતની છંલાગ ન મારે બીજી બાજુ લોકો હવે રીવરફ્રંટ વોક વેથી મોતની છંલાગ મારે છે.