જયપુર-

સચિન પાયલોટ કેસ સંદર્ભે કોંગ્રેસે આજે એક પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી આ પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસ પાર્ટી સચિન પાયલોટને મનાવતી જોવા મળી હતી.કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ સચિન પાયલટને મીડિયા દ્વારા કોંગ્રેસ વિધાનસભા પક્ષની બેઠકમાં અને પાર્ટીની સામે ખુલ્લા મને તેમને વાત અને મુદ્દાઓ મુકવા માટે જણાવ્યુ હતું. તેમણે સચિનની સાથે અન્ય ધારાસભ્યોને પણ અપીલ કરી હતી કે તેઓ પક્ષ સાથે સંબંધિત કોઈપણ મુદ્દા પર વાત કરવા સ્વતંત્ર છે અને જો તેમને કોઈ પણ પ્રકારની ફરિયાદ હોય કે શંકા હોય તો અવિનાશ પાંડે સાથે વાત કરી શકો છો.

કેન્દ્રીય નેતૃત્વ દ્વારા જયપુર મોકલવામાં આવેલા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે, વૈચારિક મતભેદો ક્યારેક ઉભા થાય છે, પરંતુ આવી સ્થિતિમાં આપણી પોતાની વિચારધારાને નબળી પાડવી યોગ્ય નથી. તેમણે કહ્યું કે, જો કોઈ પ્રકારનો મતભેદ હોય તો કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સાથે મુલાકાત કરીને કોઈ સમાધાન શોધી શકાય છે. અંગત સ્પર્ધા દ્વારા આપણી પોતાની સરકારને નબળી પાડવી યોગ્ય નથી. ભાજપ પર આરોપ લગાવતા રણદીપ સુરજેવાલાએ કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી તપાસ એજન્સીઓ દ્વારા લોકોને ડરાવવા માંગે છે. તેમણે કહ્યું કે ભાજપ તપાસ એજન્સીઓને વારંવાર દોરી જાય છે. આજે કોંગ્રેસના નેતાઓ દરોડા દ્વારા તેમને પરેશાન કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.