પાદરા, તા.૧૬ 

પાદરા-વડુ પંથકમાં મેઘરારાજાએ ધોધમાર બેટિંગ કરી હતી. સરસવણી જવાનો રસ્તો બંધ કરાયો હતો. પાદરાંમાં છ કલાકમાં ૬૦ મી.મી વરસાદ પડ્યો હતો. ઢાઢરમાં પાણી વધતાં તાલુકાના વીરપુર ગામના ૧૩ કુટુંબના ૫૬ લોકોને સલામત ખસેડાયા હતા. પાદરાના વિવિધ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા.

સતત વરસી રહેલા વરસાદ અને પાદરા ના સરસવણી ગામ પાસે નિર્માણ થયેલ એક્સપ્રેસ હાઇવે પાસે પાણી નો નિકાલ નહિ થતા પાણી ને આગળ જવા મા અવરોધ ઉભો થતા પાણી આસપાસના ખેતરોમાં ભરાતા ઉભા પાકને ભારે નુકશાન થતા ખેડૂતો એ રોષ વ્યક્ત કરીને વળતરની માગ કરી હતી અને વળતર નહિ મળે તો આંદોલન ની આપી ચિમકી ઉચ્ચારી હતી.પંથકમાં સતત વરસી રહેલા વરસાદ ના કારણે ચારે તરફ પાણી પાણી થયું છે ત્યારે પાદરા કરજણ રોડ પર ની ઢાઢર નદીમાં પુર પરિસ્થિતિ નિર્માણ થઈ હોય ત્યારે બીજી બાજુ આ જ વિસ્તાર ના ખેડૂતો ની હાલત પણ દયનિય થઈ છે. જેમાં ગોરીયાદ - સરસવણી રોડ વચ્ચે નિર્માણ થઈ રહેલા એક્સપ્રેસ વે ના ચાલી રહેલા કામ ના કારણે અને પડી રહેલા વરસાદ નું પાણી આગળ જઇ શકતું નથી અને પાણી નો નિકાલ ન થતા પાણી સરસવણી ગામ ના ખેડુતો ના ખેતરમાં ભરાયાં છે. જેના કારણે સરસવણી ગામ ના ૫૦ ઉપરાંત વિઘામાં વરસાદના પાણી ભરાયા છે. દોઢ થી બે ફૂટ સુધી ખેતરોમાં પાણી ભરાયા છે તેવું ખેડૂતોનું કહેવું છે. અને જેના કારણે તેઓના મહામૂલ્ય પાકને નુકશાન થવા પામ્યું છે, જેના કારણે ખેડૂતો મા ભારે રોષ વ્યાપી ગયો છે. ચોમાસા મા આવી સ્થિતિ સર્જાશે તે માટે ખેડૂતો એ અગાઉ લેખિતમાં રજુઆત કરી હોવા છતાં તંત્ર કે એન્જીનીયર/કોન્ટ્રાકટર દ્વારા નક્કર પગલાં ન ભરવામાં આવતા ખેતરો માં પાણી ભરાયા હોવા ના આક્ષેપ ખેડૂતો એ કર્યા છે. અને આજે ૫૦ જેટલા ખેડૂતો ના મહામૂલ્ય પાક ને નુકશાન થવા પામ્યું છે.