સહરાનપુર, તા.૨૧ 

ઉત્તર પ્રદેશના સહરાનપુરમાં કોરોનાના પોઝિટિવ કેસ વધવાની સાથે જ જિલ્લા પ્રશાસને લોકડાઉન અંગે એક ખૂબ જ મહત્વનો નિર્ણય લીધો છે. સહરાનપુરમાં હવેથી દરેક રવિવારે સંપૂર્ણ લોકડાઉન લાગુ રહેશે. જા કે મેડિકલ ઈમરજન્સી અને દૂધની દુકાનો ખુલ્લી રાખવાની મંજૂરી આપવામાં આવશે.

સહરાનપુરમાં છેલ્લા કેટલાક દિવસોથી વધી રહેલા કોરોનાના કેસને ધ્યાનમાં રાખીને પ્રશાસને સહરાનપુરમાં દર રવિવારે સંપૂર્ણ લોકડાઉન રાખવાનો નિર્ણય લીધો છે. ડીએમ અખિલેશ સિંહના કહેવા પ્રમાણે જનપદમાં સંપૂર્ણ લોકડાઉનનું સખતાઈથી પાલન કરાવવામાં આવશે.

સહરાનપુરના જિલ્લા અધિકારી અખિલેશ સિંહે જણાવ્યું કે, સહરાનપુર જિલ્લામાં કોરોના સંક્રમણનો ગ્રાફ છેલ્લા કેટલાક દિવસોથી વધી ગયો છે. દિલ્હી, ગાઝિયાબાદ અને મેરઠ તરફથી અવર જવરના કારણે મુશ્કેલી વધી છે. આ કારણે રવિવારે જનપદમાં સંપૂર્ણ લોકડાઉન લાગુ રહેશે અને કોઈને અવર જવર કરવા માટેની મંજૂરી નહીં મળે. જે લોકો માટે બહાર નીકળવું ખૂબ જરૂરી હશે તેમને પાસની વ્યવસ્થા કરી આપવામાં આવશે.

વધુમાં જણાવ્યું કે, રવિવારે સંપૂર્ણ લોકડાઉન દરમિયાન ફક્ત દૂધ, ઈમરજન્સી સેવાઓ, ઈમરજન્સી હોÂસ્પટલની સેવા આપે છે તેમને જ ખુલ્લુ રાખવાની રજા મળશે. તે સિવાય કરિયાણુ, શાકભાજી, ફળ વગેરેની દુકાનો રવિવારે સંપૂર્ણપણે બંધ રહેશે.