સુશાંતસિંહ રાજપૂતની આત્મહત્યા બાદ લગભગ દરરોજ બોલિવૂડમાંથી ચમચાવાદ અને સગાવાદની વાતો આવી રહી છે. વિવિધ હસ્તીઓ આ પ્રથાનો વિરોધ પણ કરી રહ્યા છે. કેટલાકે પોતાના અનુભવો શેર કર્યા છે તો કેટલાક સલમાન ખાન કે કરણ જોહરની તરફેણ પણ કરી રહ્યા છે. તેવામાં સૈફ અલીખાને પણ નેપોટિઝનનો વિરોધ કરીને પોતાનો અનુભવ શેર કર્યો છે. તેણે પોતાની ફિલ્મ ઓમકારા અને ઇન્ડસ્ટ્રીમાં ચાલી રહેલા નેપોટિઝમની વાત કરી છે. વિશાલ ભારદ્વાજ દિગ્દર્શિત ઓમકારામાં લંગડા ત્યાગીનો રોલ કરવા માટે આમિર ખાન આતુર હતો પરંતુ તેને આ રોલ મળ્યો નહીં. ૨૦૦૬માં રિલીઝ થયેલી ઓમકારામાં સૈફ અલી ખાને લંગડા ત્યાગીનો રોલ કર્યો હતો અને આ ફિલ્મ અત્યંત સફળ થઈ હતી. આ ફિલ્મ તેની કરિયરમાં ર્ટનિંગ પોઇન્ટ બની ગઈ હતી. કામના પહેલા દિવસથી જ કલાકારો તેને ખાન સાબ કહીને બોલાવવા લાગ્યા હતા. આ અંગે સૈફે કહ્યું કે હું જે પ્રકારની વ્યક્તિ છું, મેં જે ફિલ્મો કરી છે તે મુજબ વિશેષાધિકાર હોવો અને તેની અછત હોવી. કપરા માર્ગેથી આવનારા લોકો અને આસાન માર્ગેથી આવનારા લોકો, તેમને હંમેશાં નજરઅંદાજ કરાય છે. તેઓ પ્રતિભાને કારણે આગળ આવે છે જયારે સ્પષ્ટ કહું તો અમારી પાસે જન્મથી જ વિશેષાધિકાર હોય છે. અમારા માતા પિતા અમારા માટે આસાનીથી રસ્તો કરી આપે છે. આવા નજરઅંદાજ થયેલા લોકોનો આદર કરવો મહત્વપૂર્ણ બાબત છે. વિશાલ ભારદ્વાજ વિશે તેણે કહ્યું કે ખાન સાબ કહીને બોલાવે તો સારું લાગતું હતું.