અમદાવાદ, અમદાવાદ એરપોર્ટ પર સલમાન ખાન ને એ ટી સી દ્વારા અટકાવવામાં આવ્યો હતો. સલમાન ખાન ને વી આઈ પી ગેટ થી એન્ટ્રી નહીં મળતા તે ડોમેસ્ટિક ગેટ થી સામાન્ય મુસાફરીની જેમ એન્ટ્રી મેળવી હતી. સોમવારે બપોરે સલમાન ખાન મુંબઈ થી અમદાવાદ પ્રાઈવેટ ચાર્ટેર્ડ પ્લેન માં અમદાવાદ આવ્યો હતો અને તેના પ્લેનનું ગ્રાઉંડ હેન્ડલિંગ એર ઈન્ડિયા દ્વારા કરવામાં આવ્યું હતું જાેકે તેને વી આઈ પી ગેટ થી બહાર લઈ જવામાં આવ્યો હતો પરંતુ તેઓ સાંજે પરત મુંબઈ ફરી રહ્યા હતા ત્યારે તેમણે વી આઈ પી ગેટ થી એરક્રાફ્ટ સુધી જવાની મંજૂરી નહીં હોવાથી તેમણે ત્યાં અટકાવવામાં આવ્યો હતો. જાેકે સલમાન ખાન ત્યાં થી બેસી ને ડોમેસ્ટિક ટર્મિનલ પરથી રવાના થયા હતા. મુંબઈ એરપોર્ટ પર તેનું સુરક્ષા ચેકિંગ કરવામાં આવ્યું હતુ જેથી તેને આવતી વખતે તેને વી આઈ પી ગેટ પર થી જવા દેવામાં આવ્યા હતા. જાેકે પરત ફરતી વખતે તેમની સુરક્ષા ચેકિંગ બાકી હોવાથી તેને વી આઈ પી ગેટ પર અટકાવી દેવામાં આવ્યા હતા. જાેકે આ પ્રક્રિયા પૂર્ણ કરવામાં તે એરપોર્ટ પર થી મોડો મુંબઈ જવા માટે રવાના થયો હતો.