વિશ્વમાં કોરોના વાયરસની મહામારીના કારણે તમામ સ્પોર્ટ્સ ટુર્નામેન્ટો રદ્દ કરી દેવામાં આવી હતી. ત્યારે 3 થી 4 મહિનાના વિરામ બાદ ચોક્કસ નિયમોને આધારે રમતને ફરી શરૂ કરવામાં આવી છે. જેમાં પહેલા ફુટબોલ અને હવે ક્રિકેટનો સમાવેશ થયો છે. પણ મળી રહેલ માહિતી પ્રમાણે હજુ ક્રિકેટ ફરી શરૂ થાય તે પહેલા જ ખતરાના સંકેત મળ્યા છે. ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમે ક્રિકેટમાં વાપસી કરવા માટે પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. જોકે, હવે પ્રેક્ટિસ દરમિયાન ઇંગ્લેન્ડના સ્ટાર ઓલરાઉન્ડર સેમ કરન (Sam Curran) ને કોરોનાના લક્ષણો દેખાતા ફરીથી ક્રિકેટની વાપસી ખતરામાં આવી ગઇ છે.

ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે જાણકારી આપી છે કે, ઇંગ્લિશ ખેલાડી સેમ કરન (Sam Curran) ને કોરોનાના લક્ષણો દેખાય હતા, હાલ તેને આઇસૉલેશનમાં મોકલી દેવામાં આવ્યો છે. સેમ કુરેનને પ્રેક્ટિસ દરમિયાન લક્ષણો દેખાતા આખી ટીમ મુશ્કેલીમાં મુકાઇ ગઇ હતી. અત્યારે તે મેચમાં નહીં રમી શકે. કોરોના વાયરસના લક્ષણો માટે કુરેનના સેમ્પલ લેવામાં આવ્યા છે.

ઇંગ્લેન્ડની પ્રેક્ટિસ મેચના પહેલા દિવસના અંતે સેમ કરનને થયા ડાયરિયા પ્રેક્ટિસ મેચના પહેલા દિવસે રમત પુરી થયા બાદ સેમ કરનને ડાયરિયા થયો, આને ધ્યાનમાં રાખીને તેને તરતજ આઇસૉલેશનમાં મોકલી દેવામાં આવ્યો છે. ઇસીબીએ કહ્યું- કુરેન સારી સ્થિતિમાં છે પણ તે મેચ નહીં રમી શકે.

મહત્વનું છે કે પ્રેક્ટિસ મેચમાં બટલર અને સ્ટૉક્સની ટીમો વચ્ચે મેચ રમાડવામાં આવી હતી. 8 જુલાઈથી શરૂ થનાર વેસ્ટ ઇન્ડિઝ ટીમ સામે ટેસ્ટ સીરીઝ પહેલા આ પ્રેક્ટિસ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું.

પહેલા બેટિંગ કરતા બટલરની ટીમે 5 વિકેટ ગુમાવીને 287 રનની ઇનિંગ રમીને સમાપ્તીની જાહેરાત કરી દીધી હતી. સેમ કુરેન પહેલી ઇનિંગમાં 15 રન બનાવીને બેટિંગ કરી રહ્યો હતો, તે સમયે ઇનિંગ સમાપ્તીની જાહેરતા કરી દેવામાં આવી હતી.