વડગામ : પાલનપુર ફ્રુડ વિભાગ દ્રારા ત્રણેક માસ અગાઉ ચંડીસરની જીઆઇડીસીમાં આવેલ એક્સલુઝીવ સ્પાઇસીસ નામની પેઢીમાંથી પેકીંગ કિચન ઓરીજનલ ચીલી મરચા પાવડરનું સેમ્પલ લીધું હતું તેને વડોદરા ફૂડ એન્ડ ડ્રગ્સ લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યું હતું. જાેકે આ સેમ્પલ પરીક્ષણમાં ફેલ થયું હતું. મરચા પાવડરમાં ચોખાના લોટ અને કલરની મિલાવટ હોવાનું બહાર આવતા ફ્રુડ વિભાગ દ્રારા મરચા પાવડરમાં ભેળસેળ કરવા મામલે આ પેઢીના માલિકો વિરુદ્ધ નાયબ નિવાસી કલેક્ટરની કોર્ટમાં કેસ દાખલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.બનાસકાંઠામાં કેટલાક વેપારીઓ દ્રારા ખાદ્ય પદાર્થની ચીજ વસ્તુઓમાં મિલાવટ કરી લોકોના આરોગ્ય સાથે ખીલવાડ કરવાનું કૃત્ય આચરવામાં આવી રહ્યું છે.લોકોના આરોગ્ય સુખાકારી માટે ખાદ્ય પદાર્થની ચીજવસ્તુઓમાં ભેળસેળ રોકવા માટે જિલ્લા ખોરાક અને ઓષધ નિયંત્રણ વિભાગ દ્રારા અવારનવાર વિવિધ ગામ શહેરોમાં દુકાનો,હોટલો તેમજ પેઢીઓમાં ચેકીંગ ઝુંબેશ હાથ ધરવામાં આવે છે.  જેમાં શંકાસ્પદ ચીજ વસ્તુઓના સેમ્પલ લઈ તેને પરીક્ષણ અર્થે મોકલી આપવામાં આવે છે જેમાં અનેક સેમ્પલમાં ભેળસેળ બહાર આવતા તંત્ર દ્રારા ભેળસેળ કરતા વેપારીઓ સામે દંડનીય કાર્ય'વાહી કરવામાં આવે છે, પરંતુ કેટલાક લાલચુ વેપારીઓ  ખાદ્ય સામગ્રીમાં ભેળસેળ કરવાની આદત છોડતા નથી. જેને લઈ ફ્રુડ વિભાગ દ્રારા લેવામાં આવતા સેમ્પલો પૈકીના કેટલાય સેમ્પલ પરીક્ષણ માં ફેઈલ થઈ રહ્યા છે. જેમાં પાલનપુર ફૂડ વિભાગની ટીમે ગત.તા.૧૫ સપ્ટેબર ૨૦૨૦ ના રોજ પાલનપુર તાલુકાના ચંડીસર ગામની જીઆઇડીસીમાં આવેલ અમિત ગોઠી નામના વેપારીની એક્સલુઝીવ સ્પાઇસીસ નામની પેઢીમાંથી પેકીંગ કિચન ઓરીજનલ ચીલી મરચા પાવડરનું સેમ્પલ લીધું હતું. આ સેમ્પલને પરીક્ષણ અર્થે વડોદરાની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યું હતું. જ્યાં આ પેકીંગ મરચા પાવડરમાં ચોખાના લોટનો તેમજ કલરની મિલાવટ કરવામાં આવી હોવાનું બહાર આવતા પાલનપુર ફૂડ વિભાગ દ્રારા મરચા પાવડરમાં ભેળસેળ કરવા બદલ આ પેઢીના માલિક અમિત ગોઠી વિરુદ્ધ પાલનપુરના નાયબ નિવાસી કલેક્ટરની કોર્ટમાં કેસ દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવતા ખાદ્ય સામગ્રીમાં ભેળસેળ કરતા વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. ભેળસેળના ગુનામાં દંડ અને સજાની જાેગવાઈ

ખાદ્ય પદાર્થમાં ભેળસેળ લોકોના આરોગ્ય માટે હાનિકારક હોઈ સરકાર દ્રારા ભેળસેળની પ્રવુતિને રોકવા માટે જે કોઈ વેપારી ખાદ્ય સામગ્રીની ચીજવસ્તુમાં પકડાય તો તેને સજા અને દંડ કરવાની જાેગવાઈ કરવામાં આવી છે.