લોકડાઉન દરમિયાન મે મહિનામાં પોતાના ઇન્જર્ડ ફાધરને સાઇકલ પર ગુડગાંવથી 1200 કિલોમીટર દૂર બિહારના દરભંગા લઈ જનારી 15 વર્ષની જ્યોતિ કુમારી પર આધારિત એક ફિલ્મ ટૂંક સમયમાં બનશે.

જેમાં જ્યોતિ પોતાનો રોલ જાતે જ પ્લે કરશે જ્યારે સંજય મિશ્રા જ્યોતિના ફાધરનો રોલ પ્લે કરશે. 'આત્મનિર્ભર' નામની આ ફિલ્મ માટે 25મી ઓગસ્ટથી શૂટિંગ શરૂ થશે. જ્યાતિના ફાધર ઇ-રિક્ષા ડ્રાઇવર હતા અને તેમને ઇન્જરી થઈ હતી અને નોકરી ગુમાવી હતી. જેના પછી જ્યોતિ આ મુશ્કેલ જર્ની પર નીકળી પડી હતી. તેના ફાધરે ઇ-રિક્ષા એના માલિકને પાછી આપી દેવી પડી હતી અને તેમની પાસે બહું થોડા રૂપિયા બચ્યા હતા.

તેમના માલિકે ભાડું આપવા કે પછી ઘર ખાલી કરવા પ્રેશર કર્યું હતું. આખરે તેમણે 500 રૂપિયાથી સાઇકલ ખરીદી હતી અને જ્યોતિ તેના ઇન્જર્ડ ફાધરને સાઇકલ પર તેમના હોમટાઉન લઈ ગઈ હતી. તેના ફાધર સાઇકલની બેકસીટ પર બેઠા હતા. આ ફિલ્મને શાઇન ક્રિષ્ન દ્વારા ડિરેક્ટ કરવામાં આવશે. જેમાં લોકડાઉન દરમિયાન પ્રવાસી શ્રમિકોની મુશ્કેલીઓને પણ હાઇલાઇટ કરવામાં આવશે.