ન્યૂ દિલ્હી

ભારતના દિગ્ગજ શૂટર અને ટોક્યો ઓલિમ્પિક્સ ક્વોટા વિજેતા સંજીવ રાજપૂતે શુક્રવારે રાષ્ટ્રીય પસંદગી ટ્રાયલમાં પુરુષોની ૫૦ મી રાઇફલ થ્રી પોઝિશનમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. બે વખતના ઓલિમ્પિયન રાજપૂતે આ વર્ષે ચારમાંથી ત્રણ ટ્રાયલમાં જીત મેળવી હતી. તેણે તમામ ટ્રાયલ્સની ફાઈનલમાં પ્રવેશ કર્યો.

રાજપૂતે તેની ચારેય ટ્રાયલ્સમાં ૧૧૮૨ નો શ્રેષ્ઠ ક્વોલિફાઇંગ સ્કોર બનાવ્યો હતો અને આઠ ખેલાડીની ફાઈનલમાં ટોચનું સ્થાન મેળવ્યું હતું. રાજપૂતે ફાઇનલમાં પણ પોતાની કુશળતા દર્શાવી હતી અને ૪૬૩.૧ પોઇન્ટ મેળવતા ટેબલમાં ટોચનું સ્થાન મેળવ્યું હતું. નીરજ કુમારે ૪૫૯.૬ પોઇન્ટ મેળવી બીજું સ્થાન મેળવ્યું હતું.