સારા અલી ખાને લોકડાઉનમાં ઘરે બેઠા ઇન્સ્ટાગ્રામ પર એક સિરીઝ સ્ટાર્ટ કરી છે. નમસ્તે દર્શકોના લોકડાઉન એડિશનનો તેણે હવે બીજા એપિસોડ રિલીઝ કર્યો છે. આ વીડિયોમાં તેણે તેની વેટ લોસની જર્નીને બતાવી છે. સારાનું વજન પહેલાં ૯૬ કિલો હતું અને ત્યારબાદ તેને પ્રોપર વર્કઆઉટને ડાયટને બધું ફોલો કરીને વજન ઘટાડ્યું. સારા અલી ખાન કેપ્શનમાં તેનો Ìšમરસ અને ફની ટચ આપતી રહી છે. આ એપિસોડ શેર કરી તેણે કેપ્શનમાં લખ્યું કે, નમસ્તે દર્શકો લોકડાઉન એડિશન, એપિસોડ ૨ઃ ફ્રોમ સારા કા સારા ટુ સારા કા આધા. સારા અલી ખાનનું વજન પહેલાં ૯૬ કિલો હતું. સારા અમેરિકામાં કોલેજ કરવા માટે ગઈ હતી ત્યાં તેણે વજન ઘટાડયું હતું. અગાઉ પહેલા એપિસોડમાં તેણે લોકોને ઘરે બેઠા ભારતદર્શન કરાવ્યું હતું. તેણે ભારતના વિવિધ રાજ્યમાં કરેલ મુસાફરીની ક્લિપ્સ કરી એક વીડિયો બનાવ્યો હતો. વીડિયો નીચે તેણે લખ્યું હતું કે, નમસ્તે દર્શકો, લોકડાઉન એડિશન. એપિસોડ ૧ઃ ભારત ‘સ્ટેટ’ ઓફ માઈન્ડ. વીડિયોમાં તે બિહાર, રાજસ્થાન, તેલંગાણા, ઉત્તર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ વગેરે રાજ્ય એક્સપ્લોર કરતી દેખાઈ હતી.