નર્મદા-

આજે સરદાર વલ્લભભાઈ પટેલની જયંતી નિમિત્તે કેવડિયાસ્થિત તેમની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઑફ યુનિટી ખાતે રાષ્ટ્રીય એકતા દિવસ સમારોહ યોજવામાં આવી રહ્યો છે. સૌથી પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલાં સ્ટેચ્યૂ ઑફ યુનિટી ખાતે પુષ્પાંજલિ અર્પણ કરી હતી. જેમાં હાજરી આપવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે જ કેવડિયા પહોંચી ગયા હતા. આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાતની મુલાકાતનો બીજો દિવસ છે. અહીં રાષ્ટ્રીય એકતા દિવસ પરેડનું પણ આયોજન કરવામાં આવ્યું, જેમાં કેન્દ્રીય રિઝર્વ સુરક્ષા દળ, સીમા સુરક્ષા દળ, ભારતીય-તિબ્બત સીમા પોલીસ, કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા બળ અને રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડના જવાન સામેલ છે. અહીં રાષ્ટ્રીય એકતા દિવસ પરેડનું પણ આયોજન કરવામાં આવ્યું, જેમાં કેન્દ્રીય રિઝર્વ સુરક્ષા દળ, સીમા સુરક્ષા દળ, ભારતીય-તિબ્બત સીમા પોલીસ, કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા બળ અને રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડના જવાન સામેલ છે. આ સિવાય સીઆરપીએફનાં મહિલા અધિકારીઓ દ્વારા રાઇફલ ડ્રિલનું પ્રદર્શન પણ કરવામાં આવ્યું છે.આ પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદી વીડિયો કૉન્ફરન્સિંગથી ભારતીય સિવિલ સેવાના 428 ટ્રેઇની સાથે વાતચીત કરશે. આ પહેલાં 30 ઑક્ટોબરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એકતા ક્રૂઝ સેવા, એકતા મૉલ અને બાળકો માટે ન્યુટ્રિશન પાર્કનું લોકાર્પણ કર્યું હતું.