રાજપીપલા,  નર્મદા બંધની જળ સપાટીમાં ઘટાડો નોંધાતા રિવરબેડ પાવર હાઉસ બંધ કરી દેવામાં આવ્યું છે. રિવરબેડ પાવર હાઉસ બંધ કરતા જેમાંથી ડિસ્ચાર્જ પાણી નર્મદા નદીમાં ઠલવાતું બંધ થઇ ગયું અને વિયરડેમ પણ ખાલી કરી દેવામાં આવ્યો જેમાં નર્મદા નદી ફરી સુકાઈ ગઈ છે આગામી ૧૨ દિવસ બાદ ચૈત્ર મહિનાની શરૂઆતથશે ત્યારે નર્મદા નદીમાં સ્નાન નો મહિમા હોય છે અને ઉત્તરવાહિની માં નર્મદા ની પંચકોશી પરિક્રમાની પણ શરૂઆત થશે ત્યારે નર્મદા માં પાણી નહિ હોય સાધુ સંતો અને ભક્તોની ધાર્મિક લાગણી દુભાસે એ વાત નક્કી છે.

સરદાર સરોવર નર્મદા બંધ ની જળસપાટી ૧૨૫.૫૭ મીટર પર છે એટલે કે ૧૩૮.૬૮ મીટરથી માત્ર ૮ મીટર નીચે ઉતરી છે. હાલ ૨,૨૨૭ મિલિયન ક્યુબિક મીટર પાણીનો સઁગ્રહિત જથ્થો સરદાર સરોવર માં છે. ૬૫૯૦ ક્યુસેક પાણી કેનાલમાં છોડવામાં આવી રહ્યું છે ત્યારે ઉનાળો માથે છે અને ગુજરાતના ખેડૂતોને તેમની જરૂરિયાત પ્રમાણે સિંચાઇનું પાણી મળી રહે અને રાજ્યની જનતાને પીવાનું પાણી મળી રહે એ માટે નર્મદા નદીમાં પાણી છોડવાનું બંધ કરવામાં આવ્યું છે જાેકે પાણી બંધ કરવામાં આવતા સાધુ સંતો અને ભક્તો નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. અને પાણી છોડવાની માંગણી કરી રહ્યા છે. નર્મદા નદી માં છોડવામાં આવતું પાણી હાલ બંધ કરી દેવામાં આવ્યું છે. એટલે કે નર્મદા નદી એકદમ સુકીભટ્‌ઠ થઇ ગઈ છે એટલે જે ૨૦ થી ૨૫ મીટર પાણીમાં ક્રુઝ બોટ તરી શકે એ એકતા ક્રુઝબોટ પણ પાણીના અભાવે બંધ કરવામાં આવશે. ક્રુઝ બોટને એક બાજુ જુના બ્રીજ સાથે બાંધી દેવામાં આવી છે ફરી હવે ચોમાસામાં પાણી આવશે કે કોઈ મોટા નેતા કે પીએમ નો પ્રોગ્રામ આવશે ત્યારે ફૂલ કરવામાં આવશે ત્યાં સુધી હાલ એકતા ક્રૂઝ બોટ હાલ બંધ કરવામાં આવી છે પ્રવાસીઓને તેનો લાભ નહિ મળે