રસીકભાઈ મકવાણાએ 1980ના દાયકાની શરૂઆતમાં આ જવાબદારીની શરૂઆત કરી હતી. રાજકોટના માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ પર શરૂઆતમાં ઘણી વન-ડે ઇન્ટરનેશનલ મેચો રમાઈ છે તો ત્યાર બાદ નવા બંધાયેલા એસસીએ સ્ટેડિયમ ખાતે પણ ટેસ્ટ, વન-ડે અને ટી20 ઉપરાંત સેંક઼ો ફર્સ્ટ ક્લાસ મેચો રમાઈચૂકી છે. છેલ્લે રાજકોટમાં રણજી ટ્રોફીની ફાઇનલ મેચ રમાઈ હતી જે જીતીને સૌરાષ્ટ્રની ટીમ રણજી ટ્રોફીમાં પહેલી વાર ચેમ્પિયન બની હતી.

આ તમામ મેચમાં વિકેટ બનાવવાની જવાબદારી રસીકભાઈને સોપવામાં આવતી હતી. છેલ્લા ઘણા દાયકાઓથી રાજકોટમાં કોઈ પણ ફર્સ્ટ ક્લાસ મેચ કે ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચ રમાય તો તે માટેની પિચ તૈયાર કરવાની જવાબદારી રસીકભાઈ મકવાણાને સોંપવામાં આવતી હતી. કસીકભાઈનું સોમવારે સવારે નિધન થયું હતું. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન અને તેના સર્વેસર્વા નિરંજનભાઈ શાહે તેમને અંજલિ અર્પણ કરી હતી. 

 રસીકભાઈ બીસીસીઆઈ દ્વારા મેચ ક્યુરેટર માટે યોજાતા વિવિધ સેમિનારમાં પણ ભાગ લેતા રહ્યા હતા અને તેઓ પિચ વિશે ઉંડુ જ્ઞાન ધરાવતા હતા. રસીકભાઈનો પુત્ર કમલેશ મકવાણા સૌરાષ્ટ્રનો મહત્વનો બોલર છે. તેણે રણજી ટ્રોફીમાં 200 કરતાં વધારે વિકેટો પણ લીઘેલી છે. સૌરાષ્ટ્ર ક્રિકેટની પ્રગતિના રસીકભાઈ જીવંત સાક્ષી રહ્યા હતા.