અમદાવાદ-

સામાન્ય રીતે ચોમાસાની સિઝનમાં દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર થતી હોય છે જ્યારે કચ્છને મોટાભાગે સામાન્ય વરરસાદથી સંતોષ માનવો પડતો હોય છે. પરંતુ આ વખતે વિરોધાભાસ જોવા મળી રહ્યો છે.દક્ષિણ ગુજરાતમાં હજુ સુધી 13.50 ઈંચ સાથે મોસમનો સરેરાશ 23.69% જ્યારે કચ્છમાં 13.66 ઈંચ સાથે મોસમનો સરેરાશ 84.24% વરસાદ નોંધાઇ ચૂક્યો છે. બીજી તરફ સૌરાષ્ટ્રમાં 17.40 ઈંચ સાથે મોસમનો 65.26% વરસાદ વરસી ચૂક્યો છે.

ગુજરાતમાં 21 જુલાઇ સુધી 11.84 ઈંચ સાથે મોસમનો 36.20% વરસાદ નોંધાયો છે. ગુજરાતમાં જૂન મહિનમાં 4.21 ઈંચ જ્યારે 21 જુલાઇ સુધી 7.02 ઈંચ વરસાદ પડયો છે. રાજ્યમાં હાલ સહેજપણ વરસાદ ન પડયો હોય તેવા એકપણ તાલુકા નથી. 26 તાલુકામાં 2થી 4.92 ઈંચ, 99 તાલુકામાં 4.96થી 9.84 ઈંચ, 89 તાલુકામાં 9.88 ઈંચથી 19.68 ઈંચ, 33 તાલુકામાં 19.72થી 39.37 ઈંચ જ્યારે 2 તાલુકામાં 39.37 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મંગળવારે તમામ ઓનલાઇન અિધકારીઓને આવરીને વેધર વોચની મીટિંગ શરૂ કરાઇ હતી. 

રાહત કમિશનરે જણાવ્યું કે, 'રાજ્યમાં અત્યારસુધી 300.78 મીમી વરસાદ નોંધાયો છે. જે છેલ્લા 30 વર્ષની રાજ્યની એવરેજ 831 મીમીની સરખામણીએ 36.20% છે. રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 20 જિલ્લાના 38 તાલુકાઓમાં સરેરાશ વરસાદ 094 મીમી નોંધાયો છે.