રાજકોટ-

સૌરાષ્ટ્ર માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે. જી હા, સૌરાષ્ટ્રની જીવાદોરી સમા ભાદર ડેમમાંથી ધોરાજી સ્થિતિ ભાદર-2 ડેમ ઓવરફ્લો થઇ ગયો છે. પાછલા દિવસોમાં ઉપરવાસમાં ભારે વરસાદથી ડેમમાં પાણીની અધધધ આવક થતા ડેમ છલોછલ જોવામાં આવી રહ્યો હતો. જ્યારે ગઇકાલે ધોરાજીના ભુખી ગામ પાસે આવેલ ભાદર-2 ડેમ ઓવરફ્લો થયો છે.

ભારે વરસાદનાં પગલે ભાદરમાં પાણીની પુષ્કળ આવક થવાથી નદી કાંઠામાં આવતા ગ્રામ્ય વિસ્તારોને એલર્ટ કરાયા છે. તો ભાદર -2 ડેમનાં 2 દરવાજા 1 ફૂટ સુધી ખોલાયા હોવાનાં કારણે નદીના નીચાણ વિસ્તારમાં પણ તમામ કાંઠાનાં ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

નોંધનીય છે કે, 2622 ક્યુસેક પાણીની આવક સામે 2622 જાવક હાલ નોંધવામાં આવી રહી છે. ભાદર બે કાંઠે વહી રહી હોવાનાં કારણે ધોરાજી, ઉપલેટા, માણાવદર, કુતિયાણા, ઘેડનાં અનેક વિસ્તારો સહિતના ગામો હાલ એલર્ટ પર છે.