રાજકોટ-

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ શિક્ષણનું ધામ છે પરંતુ અહીં મદિરાપાન થતું હોવાનું સામે આવ્યું છે. પરીક્ષા વિભાગનો એક કર્મીનો કેમ્પસમાં જ દારૂની બોટલ સાથેનો ફોટો વાયરલ થયા બાદ એ વાત ફલિત થઇ કે અહીં દરરોજ મહેફિલ જામે છે. કુલપતિ કાર્યાલય સામે જ દારૂની બોટલ મળી આવ્યાની ઘટના બાદ પણ કુલપતિએ કોઇ કાર્યવાહી ના કરતાં મહેફિલના પુરાવારૂપ ઘટના સામે આવી છે.

શિક્ષણના ધામમાં શેઇમપશેઇમપસ્વરૂપ આ ઘટનાની વાત કરીએ તો યુનિવર્સિટીના પરીક્ષા વિભાગમાં સિનિયર સુપ્રીટેન્ડન્ટ તરીકે ફરજ બજાવતા હિતે આરદેશણાની કેમ્પસમાં જ સી.સી.ડી.સી. સેન્ટરના પાછળના મેદાનમાં દારૂની બોટલ સાથે જતા હોય તેવા ફોટો વાયરલ થયો છે. જે જગ્યાએ તપાસ કરતાં કચરાની કુંડળીમાં દારૂની ત્રણ ખાલી હોટલ મળી આવી હતી. આ ઉપરાંત ચાર જેટલી પ્લાસ્ટિકની બોટલમાં દારૂ ભરેલો હોવાની તસવીરો પણ સામે આવી. યુનિવર્સિટીમાં કુંડીઓ છેલ્લાં ઘણા સમયથી કચરાથી છલકાઇ છે છતાં તેની સફાઇ કરવામાં આવતી નથી. કુંડીઓની સફાઇ થયા તો તેમાંથી દારૂની અનેક ખાલી બોટલ મળી આવે તેમ છે અને તેના પરથી ફલિત થાય છે કે શિક્ષણના આ મહાવિદ્યાલયમાં શરાબની છોળો બેફામ ઉડે છે.