મુંબઇ,

ભારતીય સ્ટેટ બેન્ક પોતાના ગ્રાહકોને મોટી રાહત આપતા વ્યાજદરમાં ઘટાડો કર્યો છે. ભારતીય સ્ટેટ બેન્ક તરફથી આ સતત ૧૪મો ઘટાડો છે. બેન્કે નાના સમયગાળા માટે એમસીએલઆરમાં ૦.૦૫થી ૦.૧૦ ટકાનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. બેન્કના આ નિર્ણય બાદ હવે ભારતીય સ્ટેટ બેન્કનો દર ઘટીને ૬.૬૫ ટકા પર આવી ગયો છે. એમસીએલઆરના દર ઘટવાનો મતલબ છે કે હવે ભારતીય સ્ટેટ બેન્કની હોમ લોનના હપ્તા પણ સસ્તા થઈ જશે. એસબીઆઈના નવા દર ૧૦ જુલાઈથી લાગૂ થશે.

આ પહેલા ભારતીય સ્ટેટ બેન્કે જૂનમાં પણ વ્યાજદરમાં ઘટાડો કર્યો હતો. ૧૦ જૂને ભારતીય સ્ટેટ બેન્કે દરમાં ૦.૨૫ ટકાનો ઘટાડો કર્યો હતો. ત્યારે પણ ગ્રાહકોને રાહત મળી હતી હવે ફરી બેન્કે ગ્રાહકોને સારા સમાચાર આપ્યા છે.

રિઝર્વ બેન્ક ઓફ ઈÂન્ડયાએ ૨૨ મેએ રેપો રેટમાં ૦.૪૦ ટકાનો ઘટાડો કરતા તેને ૪ ટકા કરી દીધો હતો. ત્યારબાદ પંજાબ નેશનલ બેન્ક, બેન્ક ઓફ ઈÂન્ડયા અને યૂકો બેન્કે રેપો અને એમસીએલઆર સાથે જાડાયેલી પોતાના લોન દરમાં ઘટાડો કરી દીધો હતો.