દિલ્લી,

સીબીએસઈ બોર્ડની 10 મી અને 12 ની બાકીની પરીક્ષાઓ યોજવાની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. મહારાષ્ટ્ર, દિલ્હી અને ઓડિશાએ પરીક્ષા લેવામાં અસમર્થતા દર્શાવતા સોગંદનામા આપ્યા છે. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે, 10 અને 12 ના 1 અને 15 જુલાઇએ યોજાનારી પરીક્ષાઓ રદ કરવામાં આવી છે. 

સીબીએસઇએ વર્ગ 10 ની પરીક્ષાઓને સંપૂર્ણપણે રદ કરવાનો નિર્ણય લીધો છે, જ્યારે સીબીએસઈ 12 ની પરીક્ષાઓ હવે વૈકલ્પિક રહેશે.