ગાંધીનગર-

ગુજરાતમાં ચોમાસુ વિદાય લઇ રહ્ય્šં છે ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી ૫ દિવસ સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. રાજ્યમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાંથી ચોમાસું વિદાય લેવા તરફ છે ત્યારે રાજ્યમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી ૫ દિવસમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. તમને જણાવી દઇએ કે, રાજ્યમાં અત્યાર સુધી ૧૩૪% વરસાદ પડી ચૂકયો છે.

પંજાબ અને રાજસ્થાન તરફથી ચોમાસું પૂર્ણતા તરફ છે. નોંધનિય છે કે, કચ્છમાં આ સિઝનમાં ધોધમાર વરસાદ વરસી ચૂકયો છે. આ ચોમાસામાં કચ્છમાં પડેલા અનરાધાર વરસાદે ગણા વર્ષોનો રેકોર્ડ તોડી નાંખ્યો છે. કચ્છમાં પડેલા અનરાધાર વરસાદના પગલે ત્યાંનું જીનજીવન પણ ખોરવાયુ હતું. આ વર્ષે ગુજરાતમાં ચોમાસુ થોડો લાંબો સમય ચાલ્યુ છે. ૧૩૪% વરસાદ વરસતા રાજ્યના ડેમા સંપૂર્ણ ભરાઇ ગયા છે.

નિષ્ણાંતોનું માનવું છે કે, આગામી ચોમાસા સુધી રાજ્યમાં પાણીની સમસ્યા નહી સર્જાય તથા ખેડૂતોને વાવણી માટે પાણી મળી રહેશે. જાેકે, આ વર્ષે રાજ્યમાં પડેલા અનરાધાર વરસાદના કારણે ખેડૂતોના પાકને ભારે નુક્સાન પણ પહોંચ્યું છે. જેથી આ વર્ષે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે રાહત પેકેજની પણ જાહેરાત કરવામાં આવી છે.