વડોદરા, તા.૨૩

વડોદરા શહેરમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં રોકેટ ગતિએ વધારો થઈ રહ્યો છે જેના પરિણામે સરકારી સયાજી અને ગોત્રી હોસ્પિટલમાં કોરોના ના દર્દીઓ મોટી સંખ્યામાં દાખલ થયા છે અને હાલ પણ દાખલ થઈ રહ્યા છે ક્યારે દાખલ દર્દીઓ માટે તેમના સગા વાતચીત કરી શકે તથા ખબર અંતર પૂછી શકે તે માટે હોસ્પિટલના સત્તાધીશો દ્વારા વીડિયો કોલિંગ સેન્ટર ની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે પરંતુ વીડિયો કોલિંગ સેન્ટર પર દર્દીના સગાઓ નો ધસારો હોવા થી આ વિન્ડો પરથી ટોકન સિસ્ટમ અમલ કરવામાં આવી છે આ ટોકન સિસ્ટમ માં દર્દીના સગાઓને લિમિટેડ પર આપવામાં આવતા દર્દીઓના સગાઓમાં ભારે નારાજગી વ્યાપી છે અને અફડાતફડી નો માહોલ જાેવા મળી રહ્યો છે.‌‌‌ અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરા શહેર-જિલ્લામાં કોરોનાની મહામારી ચાલી રહી છે આ મહામારીમાં મોટી સંખ્યામાં કોરોના સંક્રમિત બનેલા દર્દીઓ સરકારી સયાજી હોસ્પિટલ તથા ગોત્રી હોસ્પિટલમાં દાખલ થઇ રહ્યા છે જેના પરિણામે આ બંને હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યા વધુ પડતી જાેવા મળી રહી છે બીજી તરફ હોસ્પિટલ સયાજી હોસ્પિટલમાં દાખલ દર્દીઓ ના સગાઓ તેમના સ્વજનો સાથે વીડિયો કોલિંગ થી વાત કરી શકે તે માટે હોસ્પિટલના સત્તાધીશો દ્વારા દીપક ફાઉન્ડેશન ની હેલ્થ ડેસ્ક ખાતે વીડિયો કોલિંગ ની સુવિધા શરૂઆતથી જ કરવામાં આવી છે જેથી આ વીડિયો કોલિંગ વિન્ડો પરથી દાખલ દર્દીના સગાઓ તેમના સ્વજનો સાથે વાતચીત કરવા માટે આ કોલિંગ સેન્ટરનો ઉપયોગ કરી રહ્યા છે પરંતુ હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યા ને કારણે વીડિયો કોલિંગ ના સગાઓમાં પણ વધારો જાેવા મળી રહ્યો છે અને દર્દીની સાથે વાતચીત કરવા માટે વહેલી સવારથી જ આ કોલિંગ સેન્ટર પર સગાઓની લાંબી કતારો જાેવા મળી રહી છે અને કલાકો સુધી ઉભા રહેવાની નોબત આવી રહી છે.હોસ્પિટલના સત્તાધીશો દ્વારા દાખલ દર્દીના સગાઓને કલાકો સુધી લાંબી લાઇનમાં ઉભા રહેવું ન પડે તે માટે આ કોલિંગ સેન્ટર ખાતેથી ટોકન સિસ્ટમ શરૂ કરવામાં આવી છે પરંતુ આ ટોકન સિસ્ટમ માં દર્દીના સગાઓને લિમિટેડ ટોકનો આપવામાં આવતા દર્દીઓના સગાઓ માં ભારે રોષની લાગણી વ્યાપી છે એટલું જ નહીં કોલિંગ સેન્ટરના વિન્ડો ઉપર ભારે અફડાતફડીનો માહોલ જાેવા મળી રહ્યો છે જેના કારણે કેટલીક વખત સગાઓમાં શાબ્દિક ટપાટપી સાથે ઉગ્ર બોલાચાલીના બનાવો બની રહ્યા છે જેથી લોકોમાં આ ટોકન સિસ્ટમ માં સુધારો કાંતો બીજુ કોલિંગ સેન્ટર શરૂ કરવાની લોક માંગ ઉઠી છે જેથી કરીને દર્દીના સગાઓ સહેલાઇથી અને શુભમ કા પૂર્વક દાખલ સ્વ જનો સાથે વાતચીત કરી શકાય તેવી લાગણી સાથે માગણી હોસ્પિટલના સત્તાધીશો સામે ઉચ્ચારી છે.