વડોદરા : ભાજપ પ્રદેશ બન્યા બાદ પહેલી વખત વડોદરા આવેલા પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલને આવકારવા માટે મોટી સંખ્યામાં કાર્યકભરો રેલવે સ્ટેશન ખાતે તેમજ મનુભાઈ ટાવર ખાતે પહોંચ્યા હતા. કોર્પોરેશનની ચૂંટણી પૂર્વે ટિકિટ મેળવવા, ઈચ્છુકો તેમજ બોર્ડ-નિગમો વગેરે કે સંગઠનમાં પદ મેળવવા ઈચ્છુકોની સ્વાગત માટે લાઈનો લાગી હતી. જેમાં જાહેરમાં સોશિયલ ડિસ્ટન્સિંગના લીરેલીરા ઊડતા જાેવા મળ્યા હતા. જાે કે, સી.આર.પાટીલનું મુખ્યમંત્રી કરતાં પણ ભવ્ય સ્વાગત પુષ્પવર્ષા અને ઢોલ-નગારા પથકના નાદ તેમજ આકર્ષણ ફૂલોની રંગોળી સાથે કરવામાં આવ્યું હતું. પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ આજે સવારે વડોદરાની મુલાકાત આવી પહોંચ્યા હતા. સુરતથી ટ્રેનમાં વડોદરા આવેલા સી.આર.પાટીલનું સ્વાગત કરવા માટે મોટી સંખ્યામાં ભાજપાના પદાધિકારીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. રેલવે સ્ટેશનથી સયાજીગંજ ભાજપ કાર્યાલય સુધી રેલી સ્વરૂપે બાઈકસવાર કાર્યકરો અને ફોર વ્હીલરના કાફલા સાથે પહોંચતાં ત્યાં તેમનું પુષ્પવર્ષા અને ઢોલ-ત્રાંસાના નાદ સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીના આગમન સમયે કરાય છે તેના કરતાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને ફરી એકવાર ભાજપે સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરીને લીરેલીરા ઉડાવ્યા હતા. પાટીલે પણ નાકની નીચે માસ્ક પહેર્યું હતું. 

પ્રદેશ પ્રમુખના સ્વાગત માટે પાલિકાની ચૂંટણીમાં ટિકિટ મેળવવા માટે ઈચ્છુકો, બોર્ડ નિગમમાં તેમજ સંગઠનમાં પદ મેળવવા ઈચ્છુકોની કતારો લાગી હતી. ભાજપા કાર્યાલય ખાતે તેમણે પક્ષના નવનિયુક્ત પદાધિકારીઓ, સાંસદ, ધારાસભ્યો, પૂર્વ મેયર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે તબક્કાવાર બેઠકો યોજી આગામી કોર્પોરેશનની ચૂંટણી સંદર્ભે તબક્કાવાર ચર્ચા કરી હતી. સાંજે ચાર વાગે સમા-સાવલી રોડ પર ભાજપ યુવા મોરચા અને યશ ગ્રૂપ દ્વારા આયોજિત રકતતુલાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. ત્યાં ૧૪૦ યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું. પત્રકારોને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે, ભાજપ ચૂંટણી કરેલા કામોના આધારે લડે છે અને ચૂંટાયેલ પ્રતિનિધિઓ સતત લોકોની વચ્ચે રહીને જે કામગીરી કરે છે તેના આધારે ભાજપ વિજય મેળવે છે. કાર્યકરોની તાકાત સાથે આગામી કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપ ૧૦ ટકા બેઠકો જીતશે તેવી આશા વ્યક્ત કરી હતી. પાલિકાની ચૂંટણીમાં યુવા, મહિલાઓ, સિનિયરો વગેરેનો સમતોલ રાખી ટિકિટ અપાશે તેમ જણાવ્યું હતું.

લવજેહાદ અંગે કાયદો લાવવાના મુદ્દે હું સહમત છું સી.આર.૫ાટીલ

લવજેહાદના બનાવો વધતા રહ્યા છે ત્યારે તાજેતરમાં શહેરના નાગરવાડા વિસ્તારમાં બનેલા લવજેહાદના બનાવ અંગે આજે વડોદરા ખાતે આવેલા ભાજપાના પ્રદેશ પ્રમુખ અને નવસારીના સાંસદ સી.આર.પાટીલે પણ લવજેહાદ માટે કાયદો લાવવો જાેઈએ અને દીકરીઓને ભોળવવાનો પ્રયાસ થતો અટકાવવા માટે કાયદાકીય રાહે પગલાં લેવાં જાેઈએ એમ જણાવ્યું હતું. વડોદરા આવેલા ભાજપા પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે પત્રકારો સાથેની વાતચીત દરમિયાન ભાજપના ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા (સોટ્ટા) અને સંસદસભ્ય મનસુખ વસાવાએ ઉત્તર પ્રદેશની જેમ ગુજરાત સરકાર દ્વારા લવજેહાદનો કાયદો બનાવવામાં આવે એવી માગ કરી હતી. આ મામલે પાટીલે જવાબ આપતાં જણાવ્યું હતું કે, તેમની માગ સાથે હું સહમત છું. ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલાં શહેરમાં હિન્દુ બ્રાહ્મણ યુવતીનું ધર્મ પરિવર્તન કરીને મુસ્લિમ યુવાને નિકાહ (લગ્ન) કરતાં વિવાદ ઊભો થયો હતો. આ અંગે પાટીલે જણાવ્યું હતું કે એકાદ સાંસદ અને ધારાસભ્યના પત્રથી કોઈ ફરક પડે નહીં, એ માટે તમામની સહમતી જરૂરી છે. લવજેહાદના બનાવો ઉપર નિયંત્રણ લાવવા માટે કડક કાયદેસરની કાર્યવાહી થવી જાેઈએ એવો પુનઃ ઉચ્ચાર પાટીલે કર્યો હતો.