ગાંધીનગર-

કોરોના સંકટ વચ્ચે ધોરણ 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહ અને ધોરણ 10ની બોર્ડની પૂરક પરીક્ષાનો કાર્યક્રમમ શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. બોર્ડ દ્વારા જાહેર કરેલા કાર્યક્રમ અનુસાર ધોરણ 12ની પૂરક પરીક્ષા આગામી 25થી 27 ઓગસ્ટ સુધી ચાલશે. જ્યારે ધોરણ 10ની પૂરક પરીક્ષા 25 ઓગસ્ટથી 28 ઓગસ્ટ સુધી ચાલશે. આ પૂરક પરીક્ષાઓમાં એક અથવા બે વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ ફરીથી પરીક્ષા આપી શકશે. 

આ સાથે જ CBSE બોર્ડના ધોરણ 12ના વિદ્યાર્થીઓની વૈકલ્પિક પરીક્ષાની જાહેરાત કરવામાં આવી છે. આ પરીક્ષાનું આયોજન સપ્ટેમ્બરમાં કરવામાં આવ્યું છે. જો કે પરીક્ષાની તારીખો હજુ જાહેર કરવામાં આવી નથી તે ટુંક સમયમાં જાહેર થશે તેમ બોર્ડ દ્વારા જણાવાયું છે.