અમદાવાદ-

રાજ્યમાં કોરોનાની બીજી લહેરે કહેર વર્તાવ્યો હતો જેમાં કેટલાય બાળકોએ પોતાના માતા અને પિતા ગુમાવ્યા છે. ત્યારે ત્રીજી લહેરની સંભાવના વચે હવે રસીકરણ ને તેજ કરવામાં આવી રહ્યું છે. જો 100 ટકા રસીકરણ થઈ જાય તો કોરોના અને કાબુમાં લેવામાં સરળતા રહે. જે અભિગમ સાથે આજે અમદાવાદની જેબર સ્કૂલ અને ઉદગમ સ્કૂલે નવી પહેલ શરૂ કરી છે. જેમાં જે પણ વાલીઓ વેક્સિનના 2 ડોજ ઓગસ્ટ 2021 પહેલા લઈ લેશે તેમના બાળકોની ફીમાં 5 ટકા રાહત આપવામાં આવશે. આ રાહત લેવા માટે વાલીઓને રસીનું સર્ટિફિકેટ બતાવાનું રહેશે.

આ વિષે વાત કરતાં ઉદગમ સ્કૂલ અને જેબર સ્કૂલના ડાયરેકટર મનન ચોક્સી એ જણાવ્યુ હતું કે ઉદગમ અને જેબર સ્કૂલની 2 પ્રિ સ્કૂલો છે.એમ 4 સ્કૂલોના 238 જેટલા ક્લાસ છે અને 19 હજાર જેટલા વાલીઓછે. આ તમામ વાલીઓને અમે કહ્યું છે કે તેમણે પોતાના બાળકોની ફીમાં 5 ટકાની રાહત જોઈતી હોય તો વેક્સિનના 2 ડોજ ફરજિયાત લેવાના રહેસે અને રસીના સર્ટિફિકેટ આપવાના રહેશે. આ અભિગમ અમે કોરોનાની ત્રીજી લહેરને રોકવા માટે કરી રહ્યા છે. જો વેક્સિનેશનના બંને ડોજ લીધા હોય તો ચેપ ગ્રસ્ત થસે પરંતુ મૃત્યુની સંભાવના ઓછી હશે. વિદેશોમાં કોરોના ને કાબુમાં લેવા માટે રસીકરણની જુંબેશ ચાલવામાં આવી રહી છે. અનેક પ્રોડ્કટ અને પ્રોત્સાહનો આપવામાં આવી રહ્યા છે. જેથી અનેક કોર્પોરેટર સેક્ટર અને વેપારીઓ જુંબેશમાં જોડાયા છે. એટ્લે આપણે પણ આ રસીકરણની જવાબદારી પોતે લઈ અને સરકારનું ભારણ ઓછું કરવા પ્રયત્ન કરવો જોઈએ.