દિલ્હી-

શોપિયાં જિલ્લાના ચિત્રા ગામમાં, આતંકવાદીઓની ધરપકડ માટે, સુરક્ષા દળો દ્વારા, શુક્રવારે મોડી રાતે શરુ કરેલ સર્ચ ઓપરેશન શનિવારે પણ ચાલુ રખાયુ હતુ.

શુક્રવારે મોડી સાંજે, સ્થાનિક પોલીસને ચિત્રા ગામમાં આતંકવાદીઓની હાજરી વિશે માહિતી મળી હતી. આના આધારે પોલીસ, સેના અને સીઆરપીએફની સંયુક્ત ટીમે, આખા ગામને ઘેરી લઈને, સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતુ. શોધખોળ દરમિયાન, સુરક્ષા દળોએ ગામ તરફ જતા તમામ માર્ગો, સીલ કરી દીધા હતા. આતંકવાદીઓ રહેણાંક મકાનોમાં છુપાયા હોવાની, સંભાવનાને કારણે ગામના દરેક ઘરની તપાસ કરવામાં આવી રહી છે. હાલમાં સુરક્ષા દળોએ કોઈ આતંકવાદીઓનો સામનો કર્યો નથી. અપને જણાવી દઈએ કે, શોપિયાં જિલ્લામાં જ, શુક્રવારે સુરક્ષા દળોએ પાંચ આતંકવાદીઓને ઠાર કર્યા હતા. ગુરુવારે બપોરે એન્કાઉન્ટર દરમિયાન ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા હતા. જ્યારે શુક્રવારે સવારે બે શહીદ થયા હતા. આતંકીઓના કબજામાંથી શસ્ત્રો અને દારૂગોળો પણ મળી આવ્યો હતો. આ એન્કાઉન્ટર દરમિયાન સૈન્ય અધિકારી સહિત ચાર જવાનો પણ ઘાયલ થયા છે.