વડોદરા : અરબી સમુદ્રમાં ચક્રવાતી અસરથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ થયો હતો. વેસ્ટર્ન ડિસ્ટર્બની અસર હેઠળ વડોદરામાં પણ સાંજે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વાદળિયા વાતાવરણ વચ્ચે કેટલાંક વિસ્તારોમાં અમીછાંટણાં થતાં ખેડૂતો ચિંતામાં મુકાયાહ તા. આવતીકાલે માવઠુ થાય તેવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. સાંજના સમયે અચાનક કમોસમી વરસાદ થતાં લોકો પોતાના કામધંધા-નોકરીએથી પરત ઘરે જતાં મુશ્કેલીમાં મુકાયા હતા. શિયાળામાં કડકડતી ઠંડી પડવાની ઋતુમાં રાજ્યના વાતાવરણમાં આજે એકાએક પલટો આવ્યો છે. અરબી સમુદ્રમાં સર્જાયેલા ચક્રવાતની તેમજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં માવઠુ થવાની શક્યતા વચ્ચે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં માવઠા બાદ સાંજે વડોદરામાં પણ વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતા.