અરવલ્લી : વેસ્ટર્ન ડીસ્ટર્બન્સના કારણે બે દિવસથી વાતાવરણમાં એકાએક પલટો આવતાં ઉત્તર ગુજરાત અને તેમાંય સાબરકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદી માવઠાએ ખેડૂતોની ખેતીમાં શાકભાજી તેમજ જીરૂ વરિયાળી જેવા પાકોની દશા બગાડતા કિસાનોને બે સાધે ત્યાં તેર તૂટવા જેવો ઘાટ જેવો ઘાટ ઘડાયો છે.વરસાદ પડતાં જ ખેડૂતોનો કોબીજ, ફલાવરનો ભાવ શુક્રવારે વીસ રૂપિયા થઈ જતાં ખેડૂતો શાકભાજીની ખેતી સહિતની ખેતીવાડીમાં આ વર્ષ સલવાઈ ગયા છે. ખાતર, બિયારણ, દવાના પૈસા પણ ઉભા થાય એટલી જ પેદાશ થાય તેમ નથી.આ અંગે કમાલપુર ગામના ખેડૂત બળવંતભાઈ પટેલે જણાવ્યું છેકે કમોસમી માવઠાથી હવે ફ્લાવર કોબીજમાં વિવિધ રોગો અને જીવાત ની શક્યતા વિસેશ છે અને કમોસમી માવઠાથી તમામ રીતે ખેડૂતો પાયમાલીના પંથે જતા રહે એવું લાગે છે. જીરું, વળીયાળીનો પાક પણ આ કમોસમી માવઠાથી ફેઇલ જશે.કપાસ સહિતના પાકોમાં પણ ભારે નુકશાની દેખાઈ રહી છે. હજુ તો વાતાવરણ વાદળછાયું જ છે. જાે આમ જ બહાર દિવસ આવું જ વાતાવરણ અને માવઠું ચાલુ રહેશે તો ખેડૂતોએ તમામ રીતે ખેતીમાં હતી. ધોઈ નાખવા પડશે. બેન્કમાંથી કે સહકારી મંડળીઓમાંથી લીધેલી ખેતીવાડી લોન ચૂકતા કરવાનું પણ ભારે પડી જશે. આ કૂદરતી આફતમાં ખેડૂતોને મદદરૂપ થવા સરકાર કંઈ ક વિચારી લોન અને વ્યાજ રકમમાં રાહત અપાવશે તો જ ખેડૂતો બચી શકે તેમ છે એવું સાબરકાંઠા જિલ્લાના ખેડૂતો જણાવી સરકાર સામે મીટ માંડીને આશા સેવી રહ્યા છે.