દુબઈઃ  

આઈપીએલ-2020ની સીઝન ખુબ રોમાંચક રહી છે. સીઝનની 56મી અને અંતિમ લીગ મેચ બાદ પ્લેઓફની ચોથી ટીમનો નિર્ણય થયો છે. સનરાઇઝર્સ હૈદરાબાદે મુંબઈ ઈન્ડિયન્સને હરાવીને પ્લેઓફની ટિકિટ મેળવી લીધી છે. આ સાથે પ્લેઓફની ચારેય ટીમ નક્કી થઈ ગઈ છે. મુંબઈ ઈન્ડિયન્સ, દિલ્હી કેપિટલ્સ, સનરાઇઝર્સ હૈદરાબાદ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોરની ટીમ પ્લેઓફમાં પહોંચી ગઈ છે. મુંબઈ અને દિલ્હી ક્વોલિફાયર-1 અને હૈદરાબાદ અને બેંગલોર વચ્ચે એલિમિનેટર રમાશે.

આ છે પ્લેઓફનો કાર્યક્રમ

5 નવેમ્બર ગુરૂવારઃ ક્વોલિફાયર-1 (મુંબઈ ઈન્ડિયન્સ vs દિલ્હી કેપિટલ્સ)

6 નવેમ્બર, શુક્રવારઃ એલિમિનેટર (સનરાઇઝર્સ હૈદરાબાદ vs બેંગલોર)

8 નવેમ્બર, રવિવારઃ ક્વોલિફાયર-2

10 નવેમ્બરઃ ફાઇનલ