અમદાવાદ-

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 70 વર્ષનાં થઈ ગયા છે. આ 70 વર્ષોમાં પીએમ મોદીએ તેમના જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ જોયા છે. તેમની જીવનયાત્રામાં સિદ્ધિઓ પણ એટલી જ વિવાદસ્પદ છે. પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અનેક મોરચા પરની સિદ્ધિઓમાં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. ભાગ્યે જ કોઈએ કલ્પના કરી હશે કે ઉત્તર ભારતના હિન્દી ભાષી રાજ્યોમાં ગુજરાતી વ્યક્તિની લોકપ્રિયતા પણ વધશે.


ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે મોદીની ઓળખ એક ગુજરાતીની હતી. તેમના વિશે દેશભરમાં ઉત્સુકતા હતી. બીજેપીને સંભવત: એક એવો વિચાર હતો કે લોકોની આ ઉત્સુકતા પાર્ટીનો સુવર્ણ કાળ લાવશે. મોરારજી દેસાઇ એક ગુજરાતી હતા અને તેઓ પણ વડાપ્રધાન બન્યા હતા. 


કહેવાની કોઈ અતિશયોક્તિ નથી કે ભાજપની રચના થઈ ત્યારથી પાર્ટીને એટલો લોકપ્રિય નેતા મળ્યો નથી. અટલ બિહારી વાજપેયી પણ એટલા લોકપ્રિય નહોતા. ચાલો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ પર એક નજર કરીએ તેમની જીવનયાત્રાના સંઘર્ષના દિવસોની તસવીરો પર.