અમદાવાદ-

પતિ ખોટી શંકા રાખીને પત્ની સાથે મારઝુડ કરતો અને ત્રાસ આપતો હતો. જેથી તંગ આવેલી પત્ની આપઘાત કરવા રીવરફ્રંટ જઈ મોતની છંગાલ લગાવી રહી હતી ત્યારે એક સીક્યુરીટી ગાર્ડે તેને રોકી 181 ની ટીમને જાણ કરી હતી. 181 ની ટીમ ઘટના સ્થળે આવીને પત્નીનું કાઉન્સેલીંગ કર્યા બાદ પતિને બોલીવી તેને કાયદાકીય સમજ આપી મામલો થાળે પાડ્યો હતો.

શહેરમાં ઉષ્માન પૂરા વિસ્તારમાં રહેતી એક 37 વર્ષીય મહિલ આપઘાત કરવા માટે સાબરમતી રીવરફ્રંટ પર ગઈ હતી અને મોતની છંલાગ લગાવા ગઈ ત્યારે સિક્યુરીટી ગાર્ડે તેને પકડીને 181 ની ટીમને ફોન કર્યો હતો. 181 ની ટીમ ઘટના સ્થળે પહોંચીને મહિલાની પુછપરછ કરી ત્યારે તેણે જણાવ્યું હતું કે, તેના લગ્ન થઈ ગયા છે. મહિલા જ્યારે 16 વર્ષની હતી ત્યારે તેને એક યુવક સાથે પ્રેમ સંબંધ હતો. જો કે લગ્ન બાદ આ પ્રેમ સંબંધ તોડી નાખ્યો હતો. દરમિયાન એક દિવસ અચાનક પતિને મારા અગાઉના પ્રેમ સંબંધની જાણ થઈ ત્યારથી તે મારી પર ખોટો વહેમ રાખીને મારઝુડ કરે છે, અપમાનિત કરતો અને ગાળો બોલતો હતો. જો કે રોજ બરોજના આવા ત્રાસથી તંગ આવી ગઈ હોય અને આપઘાત કરી પોતાનું જીવન ટુંકાવવાનો વિચાર કરીને રીવરફ્રંટ પર આવીને મોતની છંગાલ લગાવી રહી હતી ત્યારે આ સિક્યુરીટી જવાને પકડી લીધી હતી. મહિલાની તમામ વાતો સાંભળીને અભયની ટીમે તેનું કાઉન્સેલીંગ કરતા કાયદાકીય માહીતી આપી અને આત્મહત્યા એ સમસ્યાનો ઉકેલનો એક માત્ર રસ્તો નથી તેમ જણાવી મહિલાના પતિને બોલાવી તમારી પત્નીથી ભૂલ થઈ ગયી હતી પરંતુ અગાઉની વાતને ધ્યાનમાં રાખીને ખોટી શંકા રાખી હેરાન કરાન ન કરો તેમ જણાવી પતિને પણ કાયદાકીય માહીતી આપી હતી. બીજી બાજુ મહિલાને પોલીસ સ્ટેશનમાં અરજી કરવી હોવાથી અભયની ટીમે મહિલાને પોલીસ સ્ટેશન મોકલી આપી હતી.