ગાંધીનગર-

રાજ્યમાં ભાજપના નવા પ્રદેશ પ્રમુખને લઇને છેલ્લા કેટલાક સમયગાળાથી અનેક નામોની ચર્ચાઓ ચાલી રહી હતી. ત્યારે હવે ભાજપ હાઇકમાન્ડે નવસારીના સાંસદ અને ભાજપના પીઢનેતા સી.આર.પાટીલને ગુજરાત ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. મહત્વપુર્ણ છે કે, ભાવનગરના ધારાસભ્ય જીતુ વાઘાણીનો ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ પદનો કાર્યકાળ પૂર્ણ થઇ રહ્યો છે.

ભારતીય જનતા પાર્ટીએ રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાએ ગુજરાત પ્રદેશ ભાજપના પ્રદેશ અધ્યક્ષ તરીકે સાંસદ સી.આર. પાટિલની નિયુક્તિ કરી છે. આ નિયુક્તિ તત્કાલ અસરથી લાગુ થશે. જો કે ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષના નામ પર છેલ્લી ઘડીએ હાઈ કમાન્ડે અચાનક ફેરફાર કરી પાટીદારને બદલે સી.આર. પાટિલને પ્રમુખ પદ સોંપ્યું છે તેવી ચર્ચાઓએ જોર પકડયું છે.

નવસારી લોકસભા વિસ્તારમાંથી બીજી વખત સાંસદ બનેલા સી.આર.પાટીલની પોતાના મતદારોમાં લોકપ્રિયતા એટલી પ્રચંડ છે કે ગત લોકસભાની ચૂંટણીમાં સૌથી વધુ લીડથી જીત મેળવી હતી. 

ગુજરાત ભાજપે પોતાના નવા પ્રદેશ પ્રમુખની વરણી કરી લીધી છે. હંમેશા ભાજપ ટીમમાં નવા ચહેરાઓને સ્થાન આપે છે. તો આ વખતે જીતુ વાઘાણીની જગ્યાએ સી.આર પાટીલને પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવ્યાં છે.