અમદાવાદ-

ગુજરાત સ્ટેટ બોક્સિંગ એસોસિએશન દ્વારા અલગ અલગ હોદ્દેદારોને નિમવવામાં આવ્યાં છે. જેમાં પ્રમુખ પદે ઇન્દ્રવદન નાણાવટી, મંત્રી પદે બહ્મભટ્ટ તથા ટ્રેઝરર તરીકે મનીષ મકવાણાને નીમવામાં આવ્યાં છે. ગુજરાત સ્ટેટ બોક્સિંગ એસોસિએશનની આજે મળેલી ખાસ સામાન્યસભામાં ઇન્દ્રવદન નાણાવટીની પ્રમુખપદે સર્વાનુમતે ચાર વર્ષ માટે વરણી કરવામાં આવી છે. વરણી કરવામાં આવેલ પ્રમુખ છેલ્લાં ૪૨ વર્ષથી બોક્સિંગના વિકાસ માટે પ્રયાસ કરતાં આવ્યાં છે.

તેમની સાથે ગુજરાત બોક્સિંગ એસોસિએશનના મંત્રી તરીકે દિલીપભાઇ એન બહ્મભટ્ટ અને ટ્રેઝરર તરીકે મનીષ જે. મકવાણા સર્વાનુમતે ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યાં છે. તો બીજી તરફ અન્ય હોદ્દેદારોમાં વાઇસ પ્રેસિડેન્ટ પદે વડોદરાના સુનીલ ડી મોરે અને ગાંધીનગરના વિપુલ આર પટેલ સર્વાનુમતે ચૂંટાયેલ જાહેર છે.

ગુજરાત સ્ટેટ બોક્સિંગ એસોસિએશનના પ્રમુખ સહિતના હોદ્દેદારો નિમાયાગુજરાત સ્ટેટ બોક્સિંગ એસોસિએશનના પ્રમુખ સહિતના હોદ્દેદારોની વરણીજ્યારે સહમંત્રી પદે સૂરતના પ્રકાશ સારંગ અને અમદાવાદ ગ્રામ્યના લતા શર્માનો સમાવેશ થાય છે. તમામ લોકોની ચૂંટણી કરવામાં આવી હતી. આ ચૂંટણીના અધિકારી તરીકે મયૂર વી પરીખ હતાં જ્યારે બોક્સિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના નિરીક્ષક તરીકે ગોવાના લેની ડી'ગામા તથા ગુજરાત સ્ટેટ ઓલિમ્પિક એસોસિએશનના નિરીક્ષક તરીકે વિજય કર્પે ઉપસ્થિત રહ્યાં હતાં.