વડોદરા : રાજય સરકારે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ દસના વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા લીધા વગર વિદ્યાર્થીઓને સીધે સીધાં ધોરણ અગિયારમાં “માસ પ્રમોશન” આપવાનો ર્નિણય લીધો છે.રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવતી પરીક્ષાના ભૂતકાળમાં ડોકીયું કરીએ તો ધોરણ દસની બોર્ડની પરીક્ષા આપનારા નિયમિત વિદ્યાર્થીઓમાંથી સરેરાશ ૬૦% વિદ્યાર્થીઓ પાસ થાય છે.તેવા સમયે ધોરણ ૧૦ ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો નિર્ણય લેતી વખતે સરકારે ગુજરાતમાં ધોરણ અગિયારના કેટલા વર્ગો છે અને તેમાં કેટલા શિક્ષકો છે તે અંગે સરકારે કોઈ વિચારણા કર્યા વિના લીધેલો નિર્ણય અણઘડ અને ઉતાવળો માનવામાં આવી રહ્યો છે. નબળા વિદ્યાર્થીઓની હાજરીથી ધોરણ બારની ૨૦૨૩માં લેવાનારી બોર્ડની પરીક્ષાના પરિણામમાં કેવી ગુણવત્તા મળશે તે અંગે સરકારે કોઈ વિચારણા હાથ ધરી છે ખરી છે તેવા સવાલ ઉભા થયા છે. ૩.૫૦ લાખ રિપીટર અને એક્ષટર્નલ વિદ્યાર્થીઓની પરીક્ષા બોર્ડ લેવાનું છે. આ એવા વિદ્યાર્થીઓ છે જેઓમાં પાસ થવાની ટકાવારી સરેરાશ માત્ર ૮% છે. શું આ ૩.૫૦ લાખ રિપીટર અને એક્ષટર્નલ વિદ્યાર્થીઓની પરીક્ષા લેતી વખતે કોરોના મહામારી નહીં નડે નહી તેવા સવાલ રાજ્ય સરકારને કરવામાં આવી રહ્યા છે. ધોરણ લગભગ ૮.૬૦ લાખ વિદ્યાર્થીઓ માસ પ્રમોશનથી ધોરણ અગિયારમાં આવી ગયા જ છે. પરંતુ ગ? સરકાર ધોરણ અગિયારમાં પ્રવેશ કેવી રીતે આપશે?

જાે ૧.૬૦ લાખ બેઠકો વધારવામાં આવે તો તે અંગે નવા વર્ગખંડોની વ્યવસ્થા કેવી રીતે થશે? ઉચ્ચતર માધ્યમિકમાં ભણાવી શકે તેવા કુશળ શિક્ષકોની વ્યવસ્થા કેવી રીતે કરવામાં આવશે? તે અંગે સરકારે શું નક્કી કર્યું છે?વિગેરે સવાલ થઇ રહ્યા છે.ત્યારે માસ પ્રમોશનનો ર્નિણય પાછો ખેંચો તેવો કેટલાકનો લોક જુવાળ છે. આ વર્ષે જાે બોર્ડની પરીક્ષા ન જ લેવી હોય તો તેવા સંજાેગોમાં માસ પ્રમોશનના બદલે સીબીએસઈ બોર્ડ દ્વારા જે વ્યવસ્થા કરવામાં આવી છે. તેવી વ્યવસ્થા ગુજરાતમાં ગોઠવી શકાય. સીબીએસઈ બોર્ડ દ્વારા પણ ધોરણ દસની પરીક્ષા રદ કરવામાં આવી છે. પરંતુ માસ પ્રમોશન આપવામાં નથી આવ્યું. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ સીબીએસઈએ જે પેટર્ન અપનાવી જાેઇએ.ગુજરાતમાં દરેક શાળામાં નવ સભ્યોની “ધોરણ દસ બોર્ડ પરીક્ષા પરિણામ સમિતિ”ની રચના કરવામાં આવે.આ કમિટી પોતાની શાળાના છેલ્લા ત્રણ વર્ષમાં ધોરણ દસના બોર્ડના આવેલા પરિણામોની સરેરાશને ધ્યાનમાં રાખીને ધોરણ દસના વિદ્યાર્થીનું વિષય પ્રમાણે પરિણામ નક્કી કરે તેવી માંગ ઉઠી છે.

સરેરાશ ૩૫% વિદ્યાર્થીઓ નાપાસ

૧૯૯૮-૨૦૦૨ના પાંચ વર્ષના સમયગાળા દરમિયાન સરેરાશ ૪૨.૨%, ૨૦૦૩-૨૦૦૭માં ૪૦.૮%, ૨૦૦૮-૨૦૧૨માં ૩૫.૪% અને ૨૦૧૩-૨૦૧૭માં ૪૨.૪% વિદ્યાર્થીઓ નાપાસ થયા હતા. એટલે કે ૧૯૯૮-૨૦૧૭ના વીસ વર્ષના ગાળામાં સરેરાશ ૪૦.૧% વિદ્યાર્થીઓ ધોરણ દસની બોર્ડની પરીક્ષામાં નાપાસ થયા હતા. છેલ્લા ત્રણ વર્ષના પરિણામોનું વિશ્લેષણ કરીએ તો વર્ષ ૨૦૧૮માં ધો. દસની બોર્ડની પરીક્ષામાં નિયમિત બેસનારા વિદ્યાર્થીઓમાંથી ૬૭.૫% વિદ્યાર્થીઓ પાસ થયા તો ૨૦૧૯માં તે ૬૬.૯% અને ૨૦૨૦માં ૬૦.૬% હતા. આમ છેલ્લા ત્રણ વર્ષમાં નિયમિત વિદ્યાર્થીઓમાંથી સરેરાશ ૩૫% વિદ્યાર્થીઓ નાપાસ થયા હતા.