દિલ્હી-

નાગરી ઉડ્ડયન મંત્રાલયે અરલાઇન્સોને જણાવ્યું છે કે જે પ્રવાસીઓએ સેલ્ફ ડિકલેરેશન ફોર્મમાં જણાવ્યું છે કે તેઓના પ્રસ્થાનની તારીખના ત્રણ અઠવાડિયા પહેલા કોરોનાનું નકારાત્મક પરીક્ષણ કયુ છે, તેમને જ લાઇટમાં જવા દેવામાં આવશે. ૨૧મી મેના રોજ સરકારે દરેક પ્રવાસીઓ માટે લાઇટ લેતા પહેલા સેલ્ફ ડિકલેરેશન ફોર્મ આપવાનું ફરજિયાત બનાવ્યું હતું.

જેમાં તેમણે જણાવવાનું રહેતું હતું કે પ્રવાસ પહેલાના બે મહિનામાં તેઓ કોરોના પોઝિટિવ નથી. અધિકારીઓએ જણાવ્યું હતું કે ભારતમાં હવે મોટી સંખ્યામાં લોકો કોરોનાથી મુકત થયા હોવાથી આવા સેલ્ફ ડિકલેરેશન ફોર્મની આવશ્યકતા જણાઇ હતી