અમદાવાદ, રાજ્યમાં આવતીકાલે એટલે કે ૨૧મી ફેબ્રુઆરીના રોજ ૬ મહાનગરપાલિકાઓમાં મતદાનની અને ૨૩ મી ફેબ્રુઆરી ૨૦૨૧ ના દિવસે મતગણતરી હાથ ધરવામાં આવશે. જેને ભાગરૂપે અમદાવાદ મહાનગરપાલિકામાં પણ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આજે સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરી દેવામા આવશે. આજે સવારથી અલગ અલગ વોર્ડમાં ઈવીએમ મશીન મોકલવામાં આવ્યા છે. ૧૬ સેન્ટર પરથી ઈવીએમ રિસીવિંગ અને ડિસપેચ ની કામગીરી હાથ ધરવામાં આવી છે.

આજે તમામ વોર્ડમાં ચૂંટણી અધિકારીઓ દ્વારા ઈવીએમ મોકલવાની કામગીરી કરવામાં આવી છે. ઈફસ્ મશીનને ચેક કરી અને તેને પેટીમાં મૂકી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે વોર્ડના મતદાન મથકો પર મોકલવામાં આવી રહ્યા છે. આજે રાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ઈફસ્ મશીન ૪૮ વોર્ડના ૪૫૦૦થી વધુ મતદાન મથકમાં રહેશે. આવતીકાલે ૬ સવારે મોકકોલ બાદ સાત વાગ્યાથી મતદાન શરૂ કરવામાં આવશે. આવતીકાલે સાંજે ૬ વાગ્યે મતદાન પૂર્ણ થયા બાદ સ્ટ્રોંગ રૂમમાં ઈવીએમરાખવામાં આવશે. હાલ માં કોરોનાની દહેશત છે ત્યારે સી.એમ અને ડેપ્યુટી સી.એમ એ તમામ મતદારો ને ફેસ માસ્ક અને સોશ્યિલ ડિસ્ટન્સ જાળવાની અપીલ કરી છે..ત્યારે મતદાન મથકો પર પણ હેન્ડ સેનેટાઇઝર અને ફેસ માસ્ક ફરજીયાત કરવામાં આવ્યા છે. મતદાન મથકો ને પણ સેનેટાઇઝ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે

ચૂંટણી તંત્ર દ્વારા ૪૮ વોર્ડમાં ૧૯૨ સીટ પર મતદાન માટે ૪૫૫૦ મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા છે.સમગ્ર ચૂંટણી પ્રક્રિયાના વ્યવસ્થાપન ૧૬ રીટર્નીંગ ઓફીસર અને ૧૬ આસીસ્ટન્ટ રીટર્નીંગ ઓફીસર દ્વારા કરવામાં આવ્યું છે અને તેઓ દેખરેખ રાખશે.મતદાન માટે તંત્ર દ્વારા ઈવીએમ હેઠળ કુલ ૧૦૯૨૦ બેલેટીંગ યુનિટ અને ૫૪૬૦ કંટ્રોલ યુનિટ કાર્યરત કરવામાં આવ્યા છે. આ તમામ ચૂંટણી પ્રકિયાના સુચારૂ સંચાલન માટે ૨૮૧૬૧ પોલીંગ સ્ટાફને ફરજ પર તહેનાત કરવામાં આવ્યા છે. અમદાવાદ મહાનગરપાલિકામાં ચૂંટણીમાં ૨૩ લાખ ૭૧ હજાર ૬૦ પુરૂષ મતદાર અને ૨૧ લાખ ૭૦ હજાર ૧૪૧ સ્ત્રી મતદારો, ૧૪૫ જેટલા અન્ય મતદારો એમ કુલ ૪૫ લાખ ૪૧ હજાર ૩૪૬ મતદારો ચૂંટણીમાં મતદાન કરશે.