પટણા-

કોંગ્રેસના વરિષ્ઠ નેતા શત્રુઘ્ન સિંહા ટૂંક સમયમાં પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીની આગેવાની હેઠળ તૃણમૂલ કોંગ્રેસમાં જાેડાશે. સિંહાના નજીકના સૂત્રોએ રવિવારે આ વિશે માહિતી આપી હતી.તૃણમૂલ કોંગ્રેસે બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ભાજપને હરાવ્યું.સિંહાએ તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સમર્થનમાં હિન્દીમાં એક ટ્‌વીટ કર્યું હતું, જેના અનુસંધાનમાં એવી અટકળો વહેતી કરાઇ હતી કે, તેઓ ભારતીય જનતા પાર્ટીમાં 'ઘર વાપસી' કરી શકે છે. પરંતુ સૂત્રોના જણાવ્યા મુજબ, તેઓ તૃણમૂલ કોંગ્રેસ તરફ ઝૂક્યા છે અને આનાથી વધુ શું, જેણે તાજેતરની બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ભાજપને ધૂળ ચટાવી દીધી છે. ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીમાં મમતા બેનર્જી મોદી માટે સૌથી મોટી હરીફ માનવામાં આવે છે.જ્યારે સિંહાને આ સંદર્ભમાં એક સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેમણે કંઈપણ જણાવવાની મનાઇ કરી હતી. પરંતુ જણાવ્યું હતું કે, રાજકારણ શક્યતાઓને શોધવાની એક કળા છે. કોલકત્તામાં તૃણમૂલ નેતાઓના જૂથનું કહેવું છે કે, તેઓ આ મામલે સિંહા સાથે વાતચીત કરી રહ્યા છે અને વાતચીત યોગ્ય દિશામાં આગળ વધી રહી છે. તેમણે જણાવ્યું કે, શત્રુઘ્ન સિંહાના બેનર્જી સાથેના સંબંધો હંમેશાં સારા રહ્યા છે.