મુંબઈ-

સોમવારે સેન્સેક્સમાં ઘટાડો જોવાયા બાદ બીજા દિવસે એશિયાઈ બજારોમાં મજબૂતીને પગલે ભારતીય સ્થાનિક શેરબજાર પણ સારું રહ્યું હતું અને તેને પગલે ખુલતાંની સાથે જ થોડો સમયમાં બજાર ઊંચે જતાં સેન્સેક્સે 49,000ની નિર્ણાયક સપાટી વટાવી દીધી હતી. 

સ્ટેટ બેંક અને બજાજ ફાયનાન્સ જેવા શેરોમાં શરુઆતી તેજી જોવાઈ હતી. બીએસઈમાં 1500થી વધારે શેરોમાં વધારો જોવાયો હતો. તેમજ લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ 195 કરોડ રૂપિયા થઈ ગયું હતું. નિફ્ટીએ 14,400ની સપાટી વટાવી હતી.