મુંબઈ-

સપ્તાહના પહેલા દિવસે સોમવારે શેરબજાર કડાકા સાથે ખૂલ્યું હતું. સેન્સેક્સમાં 138 પોઈન્ટની આસપાસ ગાબડું પડતાં તે 49000ની નીચે જઈ પહોંચ્યો હતો. 0.40 ટકાના આ ઘટાડાને પગલે સેન્સેક્સ 48,800ની આસપાસ રહ્યો હતો, જ્યારે નિફ્ટીમાં પણ 0.5 ટકાનો ઘટાડો જોવાતાં તેમાં પણ 80 પોઈન્ટનું ગાબડું જોવાયું હતું. 

શરૂઆતી કામકાજોમાં છેલ્લા સમાચાર મળ્યા ત્યારે નિફ્ટી બેંક અને આઈટી શેરોમાં પીછેહઠ જોવા મળી હતી. સ્મોલકેપમાં પણ ઘટાડો જોવાયો હતો. નિષ્ણાતોએ રોકાણકારોને આરંભિક લેવાલી ટાળવાની સલાહ આપી હતી.