મુંબઇ-

સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ સેશનમાં બજારમાં જાેરદાર તેજી જાેવા મળી હતી. નિફ્ટીમાં દોઢ ટકાના વધારા સાથે નિફ્ટી 10,900ની સપાટી કુદાવવામાં સફળ રહ્યો હતો. જે ઈન્ડેક્સના સાડા ત્રણ મહિનાનો ઉચ્ચતમ સ્તર છે. આજે નિફ્ટી બેંકે પણ સાડા ત્રણસોથી વધુ પોઇન્ટનો ઉછાળો નોંધાવ્યો છે.

ઈન્ડેક્સના 12 માંથી 11 શેરો તેજી સાથે બંધ થયા છે. મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ ખરીદીનો ટ્રેન્ડ રહ્યો છે. આજે ઓઇલ-ગેસ, ઓટો, સરકારી કંપનીઓએ સૌથી વધુ ઉછાળો જાેવા મળ્યો હતો. જાેકે, સતત વધારા પછી આઇટી શેરો સુસ્ત રહ્યા.

આજના કારોબારમાં નિફ્ટીના 50 માંથી 41 શેરોમાં ખરીદી જાેવા મળી હતી. જ્યારે સેન્સેક્સના 30 માંથી ૨૫ શેરોમાં તેજી નોંધાઇ હતી. બેંક નિફ્ટીના તમામ 12 શેરોમાં ખરીદી જાેવા મળી હતી. કારોબારના અંતે સેંસેક્સ 548.46 અંક એટલે કે 1.5 ટકાના વધારા સાથે 37,202.14 ના સ્તરે બંધ રહ્યો હતો. તે જ સમયે, નિફ્ટી 161.75 અંક એટલે કે 1.51 ટકાના વધારા સાથે 10,901.70 પર બંધ રહ્યો હતો.