અમદાવાદ,તા.૮

વૈશ્વિક શેરબજાર બાદ એશિયાઈ દેશોની શાનદાર રેલી બાદ આજે ભારતીય શેરબજારમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો હતો. બેંચમાર્ક ઈન્ડાયસિસમાં ૨% સુધીનો ઉછાળો જોવા મળ્યો હતો. પરંતુ, મજબૂત રેલી નાના શેરમાં છે જેથી નાના રોકાણકારો ખૂબ ખુશ છે. બીએસઈ સેન્સેકસ ૬૦૧ અંકોના ઉછાળે ૩૪,૮૮૮ના લેવલે, જ્યારે નિફટી ઈન્ડેકસ ૧૭૭ અંક વધીને ૧૦.૩૧૯ના લેવલે ટ્રેડ કરી રહ્યાં હતા.. સેન્સેસમાં સમાવિષ્ટ ૩૦માંથી માત્ર નેસ્લે અને સન ફાર્માના શેરમાં નેગેટીવ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યું છે,અન્ય બધા જ ૨૮ શેર પોઝિટિવ ઝોનમાં છે. સોમવારે ફરી બેંચમાર્કને ઉપર ખેંચવામાં બેંકિંગ શેરનો મહત્વનો ફાળો છે. જિયોના વધુ એક સોદા બાદ ૩% ઉછળ્યો છે.