વડોદરા : વડોદરા એમ.એસ.યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટીમાં વર્ષો સુધી સેવા આપનાર આઈ.આઈ.પંડ્યાના પુત્ર હર્ષદત્ત ઇન્દ્રદત્ત પંડ્યા વધુ અભ્યાસ માટે અમેરિકાની રોવાન યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો હતો, જ્યાં તેઓએ સ્ટ્રકચરલ એન્જિનિયરિંગ વિષય પર પીએચડી તેમના એડ્‌વાઈઝર ગિલ્સન લોમ્બોયની મદદથી ડોક્ટરેટની ડિગ્રી પ્રાપ્ત કરી છે. અત્રે એ યાદ અપાવવું જરૂરી છે કે હર્ષના પિતા આઈ પંડ્યા પણ જંિેષ્ઠંેટ્ઠિઙ્મ એન્જિનિયરિંગ ક્ષેત્રે ગુજરાતમાં નામના મેળવી છે. તેમના દીકરા હર્ષએ પણ પિતાના ચીલે ચાલીને તેમણે પણ સ્ટ્રકચરલ એન્જિનિયરિંગમાં ડોક્ટરેટની પદવી હાંસલ કરી વડ એવા ટેટા અને બાપ એવા બેટા કહેવત સાર્થક કરી બતાવી છે.