વડોદરા : શહેરના ગોરવા વિસ્તારમાં આવેલ બાપુની દરગાહ વિસ્તાર પાસે આઠ વર્ષિય નાનું બાળક ભુલુ પડવાની જાણ ગોરવા પોલિસને થતા તેઓ તરત જ સ્થળે પહોંચીને બાળકને વાતચીત કરાવીને તેની પાસેથી તેના ઘરનું સરનામું જાણીને તેના મા- બાપને શોઘી કાઢવામાં આવ્યા હતા. ત્યારબાદ વિસ્તારમાં પુછપરછ કરીને તેના જ મા- બાપ હોવાની ખાતરી કરીને બાળકને સોંપવામાં આવ્યું હતું. પોતાના વ્હાલસોયો દિકરો પુનઃ મળી આવતાં માતા પિતાનું હૈયું ભરાઇ આવ્યું હતું અને ભારે હૃદય દ્રાવક દ્રશ્યો સર્જાયા હતાં. સૌ આંખો ભીની થઇ ગઇ હતી.